જયપુર
રાજસ્થાનના જયપુરની એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. વૈશાલીનગરમાં આવેલી એક હોટેલ બહાર થયેલી મારામારીમાં એક યુવકનું મોત થયું હતું. જેનો વીડિયો સ્થળ પર હાજર એક યુવકે બનાવી લીધો હતો. જેમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે, હોટેલની બહારની કેટલાક યુવકોને હોટેલકર્મી મારી રહ્યાં છે. બાઇક પર સવાર એક યુવક પર હોટેલકર્મી યુવક બેફામ ફાયર પેન ના ઘા મારે છે મારતાં યુવક બાઇક પરથી પડી જાય છે. છતાં હોટેલકર્મી યુવકને ફાયર પેનના ઘા મારતો રહે છે. જેને લીધે યુવકનું મોત થાય છે. મહત્ત્વનું છે કે, પોલીસે ૯ આરોપીઓની ધરપકડ કરી છે. જયપુર અને અજમેરના મિત્રો જન્મદિવસની ઉજવણી કરવા માટે હોટેલમાં આવ્યા હતાં. મોડી રાત સુધી ચાલતી પાર્ટીમાં બાલકની પાસે સિગારેટ પીવાને લીધે હોટેલકર્મી સાથે બોલાચાલી થઈ. મૃતકના પરિજનોએ હોટેલને સીઝ કરવાની માંગ કરી છે.