Rajasthan

રાજસ્થાનમાં ગામ માથેથી ઉડાવ્યું હેલીકોપ્ટર,ડરના કારણે વાડામાં બાંધેલી ભેંસનું મોત

બહરોડ
રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલા બહરોડ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય બલજીત યાદવ અને એક પાયલટ વિરુદ્ધ તેમની જ વિધાનસભા વિસ્તારના રહેવાસી એક પશુ પાલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસ તપાસમાં લાગી છે. ફરિયાદ અત્યંત હેરાન કરનારી છે. પશુ માલિકનું કહેવુ છે કે, ધારાસભ્યનું હેલીકોપ્ટર ઘર પરથી પસાર થયું અને તેના ડરથી ભેંસનું મોત થયું. આ ઘટના રવિવારની છે. હકીકતમાં કોહરાના ગામમાં રહેતા પશુ માલિક અને ખેડૂત બલવીરે બહરોડ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપી છે. તેમનો દાવો છે કે, તેમની ભેંસ એક લાખ પચાસ હજાર રૂપિયાની હતી અને એકદમ સ્વસ્થ હતી. રવિવારે વાડામાં બાંધેલી ભેંસની ઉંપરથી ફક્ત ૧૦ કે ૧૫ ફુટે વિમાન પસાર થયું, હેલીકોપ્ટરના અવાજથી ભેંસ ભડકી અને ડરના કારણે તેનું મોત થઈ ગયું. હવે ગામલોકોનું કહેવુ છે કે, સરકાર કાંતો ભેંસ લાવી આપે અથવા તો દોઢ લાખ રૂપિયા આપે. આ બાજૂ પોલીસનું કહેવુ છે કે, હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો નથી. તે આવ્યા બાદ જ ખબર પડશે કે, ભેંસનું મોત કેવી રીતે થયું. પાયલટ અને અન્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ બાજૂ આ કાર્યક્રમ ધારાસભ્ય બલજીત યાદવ તરફથી રાખવામાં આવ્યો હતો. યાદવ બહોડથી ધારાસભ્ય છે. તેમનું કહેવુ છે કે, ચાર વર્ષ દરમિયાન જનતાએ સાથે આપ્યો, વિકાસ કામ કર્યા, તેમનો આભાર વ્યક્ત કરવા માટે ગામ માથે પુષ્પવર્ષા કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કેટલાય ગામોમાં રવિવારે હેલીકોપ્ટરથી ફુલ વરસાવ્યા હતા. આગળ પણ આ પ્રકારના કાર્યક્રમો થતાં રહેશે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *