Rajasthan

એનઆઈએ આ એંગલથી પણ કરી રહી છે તપાસ

રાજસ્થાન
૨૧મી જૂને મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં મેડિકલ પ્રોફેશનલ ઉમેશ કોલ્હેની નૂપુર શર્માને કથિત રીતે સમર્થન કરવા બદલ હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ કોલ્હેનું ગળું કાપીને હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ પહેલા ૨૫ જાન્યુઆરીએ ગુજરાતના ધંધુકા વિસ્તારમાં એક દુકાનદારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકે પયગંબર મોહમ્મદ વિશે પોસ્ટ કરી હતી. દ્ગૈંછના સૂત્રોને ટાંકીને કહ્યું કે આ ઘટનાઓ સમાન છે. આની લિંક્સ તપાસવામાં આવી રહી છે. તમામ કેસમાં આરોપીઓ સરળતાથી પકડાઈ ગયા હતા અને તેઓએ ભાગવાનો પ્રયાસ કર્યો ન હતો. દ્ગૈંછ આ આરોપીઓના પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સાથેના સંબંધોની પણ તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે ઁહ્લૈં ઘણા સમયથી તપાસ એજન્સીઓના રડાર પર છે. કન્હૈયાલાલના હત્યારાઓ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) સાથે સંબંધ ધરાવે છે. બંને આરોપીઓ ૩૦ માર્ચે જયપુરમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના કાવતરામાં સામેલ હોવાનું પણ કહેવાય છે. બંને આરોપીઓ પાકિસ્તાની સંગઠન દાવત-એ-ઈસ્લામી દ્વારા અલ-સુફા સાથે જાેડાયેલા હતા જે આઈએસની સ્લીપર સેલ છે. આરોપીઓમાંથી એક મોહમ્મદ રિયાઝના પણ તાજેતરમાં પકડાયેલા ૈંજી આતંકવાદી સાથે સંબંધ છે. આ પહેલા પ્રાથમિક તપાસમાં બંને હુમલાખોરોના કરાચી સ્થિત સુન્ની ઈસ્લામિક સંગઠન દાવત-એ-ઈસ્લામી સાથે સંબંધ હતા. દાવત-એ-ઈસ્લામી પાકિસ્તાનના કટ્ટરપંથી સંગઠન તહરીક-એ-લબૈક સાથે સંબંધ ધરાવે છે આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ સુન્ની ઇસ્લામના સૂફી-બરેલવી સંપ્રદાયના છે જે દાવત-એ-ઇસ્લામી સાથે નજીકના સંબંધો ધરાવે છે. આ સંગઠન પાકિસ્તાનમાં ઈશનિંદા કાયદાનું સમર્થન કરે છે. આ કનેક્શનને જાેતા તપાસ દ્ગૈંછને સોંપવામાં આવી છે. ઉદેપુરમાં મોહમ્મદ રિયાઝ અંસારી અને ગૌસ મોહમ્મદ નામના બે હુમલાખોરોએ કન્હૈયાલાલ તેલી નામના દરજીની હત્યા કરી હતી. હુમલાખોરો કપડા સિલાઇ કરાવવાના બહાને તેની દુકાને આવ્યા હતા અને અહીં દુષ્કર્મ આચર્યું હતું. તેણે આ હૃદયદ્રાવક ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. બંને હુમલાખોરો પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ટીપ્પણી કરનાર ભાજપના ભૂતપૂર્વ નેતા નુપુર શર્માને સમર્થન આપવા બદલ ટેલરથી નારાજ હતા.તાજેતરમાં રાજસ્થાનના ઉદેપુરમાં કન્હૈયાલાલાની તાલીબાની હત્યા થઈ હતી. ત્યાર બાદ ભારે વિવિધા સર્જાયો હતો. અને આ સમગ્ર કેસ હવે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી સંભાળી રહી છે. ત્યારે એજન્સીના ટોચના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, ઉદેપુરમાં દરજી કન્હૈયા લાલની હત્યા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થયેલી હત્યાઓ સાથે જાેડાયેલી છે. ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ ઉદયપુરમાં ટેલર કન્હૈયાલાલની હત્યા કરવામાં આવી હતી. રાજસ્થાન પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે, જેઓ પાકિસ્તાન સ્થિત કટ્ટરપંથી જૂથ સાથે સંબંધ ધરાવતા હોવાનું કહેવાય છે.

file-02-page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *