Rajasthan

કોંગ્રેસ ધારાસભ્યએ સવારે ટિ્‌વટ કર્યું ,સાંજ પડતા રાજકારણનો પારો ગરમ થયો

જયપુર
રાજસ્થાનમાં કોંગ્રેસ ધારાસભ્ય દિવ્યા મદેરણાએ બુધવારે સવારે એક ટિ્‌વટ કર્યું અને સાંજ પડતા પડતા તો રાજકારણનો પાર ગરમ થઈ ગયો. મદેરણાએ પોતાના ફોટો ટિ્‌વટ કર્યો, જેમાં રાહુલ ગાંધી સાથે તેઓ દેખાઈ રહ્યા છે. રાહુલ ગાંધી તેમના માથા પર ચુંબન કરી રહ્યા છે. ઓસિયાંથી ધારાસભ્ય દિવ્યા મદેરણા અને રાહુલ ગાંધીનો આ ફોટો ૨૦-૨૧ નવેમ્બરના રોજ ભારત જાેડો યાત્રા દરમિયાન લેવામાં આવ્યો હતો. મદેરણાએ મહારાષ્ટ્રમાં જઈને મુલાકાત કરી હતી. બુધવારે સવારે મદેરણાએ આ ફોટો ટિ્‌વટ કર્યો. સાંજ થતાં જ રાલોપા પ્રમુખ અને સાંસદ હનુમાન બેનીવાલ સરદાર શહેરના ઉદાસર બિદાવતાનમાં પેટાચૂંટણી અંતર્ગત એક સભાને સંબોધન કરવા પહોંચ્યા હતા. આ ફોટોની આડમાં મદેરણા અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે અહીં કટાક્ષ કરતા કહ્યું ક, ખેડૂતોની દીકરીઓ રાહુલ ગાંધીને વળગીને ફોટા પડાવી રહી છે. શું તેનાથી મુખ્યમંત્રી બની જવાય છે? બેનીવાલ અહીંથી અટક્યા નહોતા અને આગળ કહ્યું કે, તેમની બુદ્ધિએ દેવાળું ફુંક્યું છે. તેમનું અને સાથે સાથે રાહુલ ગાંધીનું પણ. ત્યાર બાદ તેમણે અશોક ગેહલોતને અપીલ કરી છે કે, તેઓ રાહુલ ગાંધીના લગ્ન કરાવી દે. બેનીવાલના આ પ્રકારના નિવેદનથી રાજકારણમાં નવો વિવાદ ઊભો થયો છે. કારણ કે દિવ્યા મદેરણા પણ આખા બોલા છે અને તડને ફડ બોલવામાં કોઈનું પણ સાંખી લે તેવા નથી.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *