Rajasthan

ગેહલોત જૂથના ૯૨ ધારાસભ્યોએ રાજીનામાની જાહેરાત કરી, સચિન પાયલટને ખુરશી સોંપવી મંજૂર નથી

જયપુર
રાજસ્થાનમાં મોટું રાજકીય સંકટ ઉભુ થઈ ગયું છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના સમર્થક ધારાસભ્યોએ સ્પષ્ટ કરી દીધુ છે કે તેમને સચિન પાયલટને ખુરશી સોંપવી મંજૂર નથી. કોંગ્રેસ હાઈ કમાન્ડ પર દબાવ બનાવવા માટે ગેહલોત જૂથના બધા ધારાસભ્યોએ રાજીનામી જાહેરાત કરી દીધી છે. આ બધા ધારાસભ્યો બસમાં વિધાનસભા અધ્યક્ષ સીપી જાેષીના ઘરે પહોંચી ગયા છે. રાજસ્થાન સરકારમાં મંત્રી અને ગેહલોતના વિશ્વાસુ પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યુ કે, બધા ધારાસભ્યો ગુસ્સામાં છે અને રાજીનામુ આપવા જઈ રહ્યાં છે. અમે તે માટે અધ્યક્ષની મુલાકાત કરવાના છીએ. ધારાસભ્યો તે વાતથી ગુસ્સામાં છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોત તેમની સલાહ વગર ર્નિણય કેમ લઈ શકે છે. ખાચરિયાવાસે ૯૨ ધારાસભ્યોના રાજીનામાની વાત કહી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઘર પર ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી. તે માટે દિલ્હીથી પર્યવેક્ષક બનાવી વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને પ્રભારી અજય માકનને જયપુર મોકલવામાં આવ્યા હતા. ધારાસભ્ય દળની બેઠકમાં ધારાસભ્યોને તે પ્રસ્તાવ પાસ કરવાનું કહેવામાં આવ્યું કે નવા મુખ્યમંત્રીનો ર્નિણય હાઈ કમાન્ડ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે હાઈ કમાન્ડ સચિન પાયલટને નવા મુખ્યમંત્રી બનાવી શકે છે અને ગેહલોતને તે મંજૂર નથી. તેમનું કહેવું છે કે હાઈ કમાન્ડે તેમનો મત જાણ્યો નથી. આ પહેલા મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન, સચિન પાયલટ સહિત ધારાસભ્યો અશોક ગેહલોતના ઘરે પહોંચ્યા હતા. પરંતુ ગેહલોત જૂથના ધારાસભ્યો બેઠકમાં પહોંચ્યા નહીં. આ વચ્ચે ધારાસભ્ય દળની બેઠક રદ્દ કરી દેવામાં આવી છે. હવે રાજસ્થાન કોંગ્રેસમાં શું નાટક થશે તે જાેવાનું રહેશે.

File-01-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *