વિજયનગર
વિજયનગરના દંતોડની અરૂણાબેન કચ્રાભાઇ પટેલના લગ્ન વર્ષ- ૨૦૧૪ માં ગામના આશિષ કચરાભાઇ પટેલ સાથે થયા હતા. જેમાં અરૂણાબેનને તેના પતિ આશિષ અને સાસુ સસરાએ લગ્નના બે વર્ષ સુધી સારી રીતે રાખ્યું હતું. બાદમાં પતિ, સાસુ, સસરા દ્વારા તેણીને દહેજ ની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપતાં અરૂણાબેને પતિ આશિષ, સાસુ સસરા વિરુદ્ધ ચિઠોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ હાલ કોર્ટમાં ચાલતો હોઈ આ બાબત નું મનદુઃખ રાખી અરૂણાબેનના દિયર ગૌરવ કચરાભાઈ પટેલે ગત તા. ૧૮ માર્ચે દારૂ પીધેલી હાલતમાં અરૂણાબેનના પિયરમાં આવી અરૂણાબેનના માતાના ગળા પર છરી મૂકી ભાભી તમે મારા ભાઈ મા બાપ વિરુદ્ધ કેમ ખોટી પોલીસ ફરિયાદ કરી છે તે કેસ પાછો ખેંચી લો તેમ કહેતા અરૂણાબેને પોતાના મોબાઈલ ફોનથી આ ઘટનાનું વીડિયો ઉતારવા જતા ગૌરવે છરી ફેંકી દઈ અરૂણાબેનની માતા જમનાબેનને મારતાં અરૂણાબેને મોબાઈલથી પોલીસમાં જાણ કરવા જતાં ગૌરવે અરૂણાબેન અને તેની માતા જમના બેનને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ભાગી ગયો હતો.વિજયનગરના દંતોડમાં પરિણીતાએ તેના પતિ સાસુ, સસરા દ્વારા દહેજની માંગણી કરી ત્રાસ આપતા ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ પાછી ખેંચવાની માંગણી સાથે દિયરે ભાભીની માતાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી મારતાં ચિઠોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.