Rajasthan

બીજેપી નેતાને “જ્ઞાનવાપી અમારી છે, તમારા ૫૬ ટુકડા કરી નાખીશું…”નો ધમકી ભર્યો પત્ર મળ્યો

અલવર
રાજસ્થાનના અલવરના ભાજપ નેતા ચારુલ અગ્રવાલને જ્ઞાનવાપી મસ્જિદને લઈને સોશિયલ મીડિયા પર કમેન્ટ કરવાનું ભારે પડ્યું છે. ચારુલને તેમની સોસાયટીની લિફ્ટની પાસેથી ધમકી ભર્યો એક પત્ર મળ્યો છે. તેમાં ધમકી આપનારનું માથું કાપી નાંખવાની અને ૫૬ ટુકડા કરવાની ધમકી આપવામાં આવી છે. આ અંગેની માહિતી ચારુલે પોલીસને આપી છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. ચારુલે જણાવ્યું કે તેણે સંભલથી મ્.જીષ્ઠ અને મુરાદાબાદથી સ્.જષ્ઠ કર્યું છે. ત્યાર બાદ ૈંૈં્‌ દિલ્હીમાંથી સ્.્‌ીષ્ઠર કર્યું છે. તે હાલમાં અલવરના શાલીમાર આવાસ યોજના એક્સટેન્શનમાં ટાવર નંબર ૩માં રહે છે. સોમવારે સવારે ૭.૪૫ વાગ્યે, જ્યારે તે બાળકોને શાળાએ મૂકવા ફ્લેટમાંથી બહાર આવી ત્યારે તેને બારી પાસે એક કવરમાં પત્ર મળ્યો. તેમાં જાનથી મારી નાખવાની ધમકી આપતાં કહેવામાં આવ્યું છે કે ૨૫ સપ્ટેમ્બર તેની છેલ્લી તારીખ છે. પત્રમાં લખ્યું હતું કે જ્ઞાનવાપી અમારી છે, અમારી રહેશે. જાે તમે અમારા ધર્મ વિશે પોસ્ટ લખો તો એવી જ હાલત થશે જેવી ઉદયપુરમાં કન્હૈયાલાલની થઈ હતી. ધ્યાન રાખા આવી બાબતની એક જ સજા છે, માથાને ધડથી અલગ કરવાની. આ સિવાય તેમાં લખવામાં આવ્યું હતું કે તેમારા ૫૬ ટુકડા કરી દઈશું. ઉદયપુર જેવું કરીશું. ચારુલે કહ્યું કે તેણે જ્ઞાનવાપી વિશે સામાન્ય પોસ્ટ મૂકી હતી. ૧૩ સપ્ટેમ્બરે ચારુલે ફેસબુક પર જ્ઞાનવાપી વિશે એક પોસ્ટ મૂકી હતી. તે પછીથી ૧૯ સપ્ટેમ્બરે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી અને ૨૫ સપ્ટેમ્બરે છેલ્લી તારીખ આપવામાં આવી. આ અંગે ચારુલના પતિ જીતેન્દ્રએ ૧૦૦ નંબરના કંટ્રોલ રૂમને આ બાબતની જાણ કરી હતી. થોડીવાર પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી, પૂછપરછ કરી અને મામલાની તપાસ શરૂ કરી. આ સંદર્ભે લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે. તે જ સમયે, ચારુલ અને તેના પરિવારે સુરક્ષા માટે પોલીસ અધિક્ષકને વિનંતી કરી છે. આ પત્ર મળ્યા બાદ પરિવાર ખૂબ જ ડરી ગયો છે. તેમણે કહ્યું કે પોલીસ સુરક્ષા આપવામાં આવે. ધમકી મળ્યા બાદ ભાજપના સ્થાનિક નેતાઓ પણ ચારુલના ઘરે પહોંચ્યા અને તેને હિંમ્મત આપી હતી. ચારુલના પતિ જીતેન્દ્ર ફિશરી સેક્ટરમાં ઔદ્યોગિક એકમ ધરાવે છે.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *