Rajasthan

ભાઈએ સગીર પિતરાઈ બહેન પર બળાત્કાર કરીને તેને ગર્ભવતી બનાવી અને પછી….

બુંદી
રાજસ્થાનના બુંદી જિલ્લામાં એક ચોંકાવનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકે તેના પિતરાઈ ભાઈની સગીર બહેન પર રેપ કરીને તેને ગર્ભવતી બનાવી દીધી. બાદમાં પરિવારે સમાજમાં ઈજ્જત બચાવવા માટે આ વાત કોઈને કહી નહીં. શનિવારે પીડિતાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. પીડિતાની ડિલિવરી એક શાળાના પરિસરમાં ગુપ્ત રીતે કરવામાં આવી હતી. બાદમાં પરિવારના સભ્યો અને પીડિતાએ બાળકીને કચરાપેટીમાં ફેંકી દીધી હતી. પરંતુ લોકોની નજર પડતાં પોલીસે નવજાતને બચાવી લેવામાં આવ્યું હતું. નવજાત શિશુની સારવાર કોટાની જેકે લૉન હોસ્પિટલમાં ચાલી રહી છે. પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે. પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે ચિત્તોડગઢ રોડ પર ન્યૂ ઇંગ્લિશ સેકન્ડરી સ્કૂલ પાસે એક ખાલી પ્લોટમાં એક નવજાત બાળકી પડી હોવાની માહિતી મળી હતી. લોકોએ આ અંગે સદર પોલીસ સ્ટેશન અને બાળ કલ્યાણ સમિતિને જાણ કરી હતી. માહિતી બાદ સદર પોલીસ સ્ટેશન અને બાળ કલ્યાણ સમિતિ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં કચરાના ઢગલામાં એક નવજાત બાળકી પડી હતી. પોલીસે તેને સારવાર માટે બુંદીની સરકારી હોસ્પિટલના સ્ઝ્રૐ યુનિટમાં દાખલ કરાવી. ત્યાં નવજાતને પ્રાથમિક સારવાર આપવામાં આવી અને તેને કોટાની જેકે લૉન હોસ્પિટલમાં રિફર કરવામાં આવી. પોલીસની તપાસમાં આ બાળકીને સગીર બાળકીએ જન્મ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. શરમ અને બદનામીના ડરથી તેને કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવી હતી. પોલીસે જ્યારે વધુ તપાસનો દોર હાથ ધર્યો ત્યારે ખબર પડી કે સગીર બાળકી સાથે તેના પિતરાઈ ભાઈએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જેના કારણે પીડિતા પ્રેગ્નન્ટ થઈ ગઈ. સંબંધીઓને પણ આ વાતની જાણ થઈ, પરંતુ જાહેરમાં શરમના કારણે તેઓએ મામલો છુપાવી દીધો. બળાત્કાર પીડિતાને શનિવારે વહેલી સવારે પ્રસૂતિની પીડા થઈ. પીડિતાની ડિલિવરી નજીકની સ્કૂલના બાથરૂમમાં થઈ હતી. બદનામીના ડરથી પીડિતા અને તેના સંબંધીઓએ નવજાત બાળકીને પોલીથીનમાં લપેટીને નજીકના ખાલી પ્લોટમાં કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી. પરંતુ નવજાત બાળકી બચી ગઈ હતી. વહેલી સવારે જ્યારે લોકોની નજર તે બાળકી પર પડી ત્યારે તે ઠંડીથી ધ્રૂજી રહી હતી. તેના શરીર પર કાંટા વાગી ગયા હતા. આ જાેઈને લોકો ચોંકી ગયા અને બાદમાં તેઓએ પોલીસને જાણ કરી.

Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *