રાજસ્થાન
રાજસ્થાનની રાજધાની જયપુરને અડીને આવેલા દૌસા જિલ્લામાં જમીન વિવાદમાં સાત મહિનાના માસૂમ મોતને ભેટી. ઝઘડા દરમિયાન થયેલી મારામારીમાં સાત માસની માસૂમ દાદીના ખોળામાંથી જમીન પર પડી ગઈ હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ મારામારી કરતા લોકો ચોંકી ઉઠ્યા હતા. જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર ઘટનાની તપાસ કરી હતી. બાળકીના મોત પછી પીડિત પક્ષે સામા પક્ષે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, આ ઘટના દૌસા જિલ્લાના બાંદીકુઇ પોલીસ સ્ટેશન વિસ્તારના નાંદેરા ગામમાં બની હતી. ત્યાં સાત મહિનાની માસૂમનું મોત થઈ ગયું છે. નંદેરા ગામમાં શુક્રવારે જમીનના વિવાદને લઈને બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ અંગે આસપાસના લોકોએ સમજાવટથી મામલો શાંત પાડ્યો હતો. ત્યારપછી બંને પક્ષના માણસો પોતપોતાના કામે લાગી ગયા હતા. પરંતુ પાછળથી બંને પક્ષની મહિલાઓ વચ્ચે ફરી એકવાર ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન ૭ મહિનાની માસૂમ ગૌરી તેની દાદી કમલીના ખોળામાં હતી. બંને પક્ષો વચ્ચે શાબ્દિક ઝઘડો મારામારીમાં ફેરવાય ગયો ગયો. આ દરમિયાન કોઈએ દાદી કમલી દેવીને ધક્કો માર્યો. જેના કારણે ગૌરી જમીન પર પડી હતી જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બાળકીનો મૃતદેહ પોતાના કબ્જે લઈ લીધો અને ઝઘડામાં ઈજાગ્રસ્ત થયેલી કમલી દેવીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આ અંગે પીડિત પક્ષે સામા પક્ષે હત્યાનો ગુનો નોંધ્યો હતો. હવે બાંદીકુઇ પોલીસ સ્ટેશન તપાસ કરી રહ્યું છે કે માસૂમ ઝપાઝપીમાં નીચે પડી હતી કે કોઈએ ફેંકી હતી. જાેકે, આ કેસમાં પોલીસ પરિવારજનો પાસેથી માહિતી એકઠી કરી રહી છે. તે જ સમયે, માસૂમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને તેને સ્વજનોને સોંપવામાં આવ્યું છે. હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.