Rajasthan

રાજસ્થાનમાં ચાર લોકો ચોરીના ઈરાદે ઘરમાં ઘુસ્યા,મહિલા સાથે કર્યો ગેંગરેપ,૩ની ધરપકડ

જયપુર
રાજસ્થાનના સિરોહી જિલ્લામાં એક ૪૫ વર્ષીય મહિલા પર તેના પતિની સામે ચાર લોકોએ કથિત રીતે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ચાર લોકો ચોરીના ઈરાદે ઘરમાં ઘુસ્યા અને મહિલા સાથે ગેંગરેપ કર્યો હતો. પોલીસે આ કેસમાં ૩ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ચોથા આરોપીની શોધ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બુધવારે બની હતી, પરંતુ આઘાતના કારણે ગુરુવારે દંપતી ઘરની બહાર નહોતું નીકળ્યું. આ પછી પોલીસનો સંપર્ક કરવાનો ર્નિણય કર્યો અને શુક્રવારે કેસ નોંધવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચ્યા. આ કેસમાં કાર્યવાહી કરતા પોલીસે શનિવારે ત્રણ આરોપીઓને પકડી લીધા હતા અને ચોથા આરોપીની શોધ ચાલી રહી છે. પિંડવાડાના નાયબ પોલીસ અધિક્ષક જેઠ સિંહે જણાવ્યું કે મહિલાનો પતિ ચોકીદાર તરીકે કામ કરે છે. બુધવારે રાત્રે બંને જ્યારે સૂવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ચાર લોકો બળજબરીથી તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમને બંધક બનાવ્યા હતા. અધિકારીના કહેવા પ્રમાણે તેણે તેના પતિના કપડાં કાઢી નાખ્યા અને તેના ખિસ્સામાંથી ૧૪૦૦ રૂપિયા કાઢ્યા. તેણે ઘરમાં વધુ રોકડ અને અન્ય કિંમતી સામાન વિશે પૂછપરછ કરી પરંતુ દંપતી પાસે ચાંદીના દાગીના સિવાય કંઈ જ નહોતું. જ્યારે તેમને આનાથી વધુ કંઈ ન મળ્યું તો તેઓએ એક પછી એક મહિલા પર તેના પતિની સામે બળાત્કાર કર્યો. અધિકારીએ કહ્યું કે પોલીસ સ્ટેશનમાં માહિતી મળતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી ગઈ અને જુદા જુદા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ આરોપીઓને ઓળખવામાં અને તેને શોધવામાં સામેલ થઈ ગયા. તેણે કહ્યું આરોપીઓની ઝડપથી ઓળખ થઈ ગઈ અને તેમાંથી ત્રણની શનિવારે ધરપકડ કરવામાં આવી છે. અમારી ટીમ ચોથા આરોપીને શોધી રહી છે અને તેને પણ ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *