Rajasthan

રાજસ્થાનમાં ધો.૧૨ના પોલિટિકલ સાયન્સના પેપરમાં કોંગ્રેસના વખાણ કરતા પ્રશ્નો પુછાયા

જયપુર
રાજસ્થાન બોર્ડની ધોરણ ૧૨મી પોલિટિકલ સાયન્સની પરીક્ષામાં રાજ્યના વર્તમાન શાસક પક્ષ કોંગ્રેસને લગતા છ જેટલા પ્રશ્નો હતા. મોટાભાગના પ્રશ્નો રાજકીય પક્ષની સિદ્ધિઓને લગતા હતા. રાજકીય વિજ્ઞાનના પ્રશ્નપત્રમાં કોઈપણ રાજકીય પક્ષ તરફ વલણ ધરાવતા પ્રશ્નો પૂછવા એ અસામાન્ય છે. રાજ્યની બોર્ડની પરીક્ષામાં રાજ્યના શાસક પક્ષ પર આટલા બધા પ્રશ્નો હોય તેવું પણ આ પહેલીવાર હશે. “ગરીબી હટાઓનું સૂત્ર કોણે આપ્યું?”, “કોંગ્રેસના સામાજિક અને બૌદ્ધિક જાેડાણોનું વર્ણન કરો,” “૧૯૮૪ની ચૂંટણીમાં કોંગ્રેસ કેટલી બેઠકો જીતી?”, “પ્રથમ ત્રણ સામાન્ય ચૂંટણીઓમાં કયા રાજકીય પક્ષનું પ્રભુત્વ હતું?”, “સામાન્ય ચૂંટણીઓ ૧૯૭૧ની ચૂંટણી કોંગ્રેસની પુનઃસ્થાપના માટે સાબિત થઈ. આ નિવેદન સમજાવો”, આ પ્રશ્નો વચ્ચે સામ્યવાદી પક્ષના વિભાજનને લગતો એક પ્રશ્ન પણ હતો અને બીજાે મ્જીઁ પર. શિક્ષણવિદો માને છે કે કોંગ્રેસ વિશે પ્રશ્નો પૂછવા સામાન્ય છે કારણ કે ૧૨મા ધોરણના રાજસ્થાન બોર્ડના રાજકીય વિજ્ઞાનના પુસ્તકોમાં “એક રાજકીય પક્ષ અને કોંગ્રેસ પ્રણાલીનું વર્ચસ્વઃ પડકારો અને સ્થાપના” વિષય પર એક પ્રકરણ છે, જાે કે, ચોક્કસ પક્ષના વખાણ કરતા પ્રશ્નોનો પુછાતાં કેટલાંયનાં ભવાં ઉચા થઇ ગયા છે. આ વર્ષની શરૂઆતમાં, ઝ્રમ્જીઈ બોર્ડની પરીક્ષાઓમાં, વિદ્યાર્થીઓને ૨૦૦૨ના રમખાણો સમયે ગુજરાતમાં શાસક પક્ષનું નામ આપવા માટે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્ન પાછળથી પરીક્ષામાંથી રદ કરવામાં આવ્યો હતો અને તેના માટેના માર્કસ તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. જ્યારે ઇમ્જીઈ તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન નથી, જાે આ પ્રશ્નો ખોટા માનવામાં આવશે, તો વિદ્યાર્થીઓને નિયમો અનુસાર વળતર આપવામાં આવશે. દર વર્ષે ૯ લાખથી વધુ વિદ્યાર્થીઓ રાજસ્થાન બોર્ડના ધોરણ ૧૦ની પરીક્ષા આપે છે. માર્ચમાં શરૂ થયેલી પરીક્ષાઓ ટૂંક સમયમાં સમાપ્ત થશે અને ઇમ્જીઈ ૧૨મા બોર્ડના પરિણામો મે મહિનામાં જાહેર થવાની સંભાવના છે. ગયા વર્ષે રાજસ્થાન બોર્ડની ૧૨મીની પરીક્ષામાં વિજ્ઞાનમાં ૯૧.૯૬ ટકા, કોમર્સમાં ૯૪.૪૯ ટકા અને આર્ટસ પ્રવાહમાં ૯૦.૭૦ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *