રાજસ્થાન
દેશમાં થોડા સમયથી ઠેર-ઠેર હેરોઈન, ચરસ, ગાંજા જેવી નસીલા પર્દાર્થો પકડાઈ રહ્યા છે ત્યારે રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન બોર્ડરથી ૧૨૦૦ મીટર દૂર ઝાડીઓમાંથી મ્જીહ્લને ૧૫ કિલો હેરોઇઈનનો કોથળો મળી આવ્યો છે જેની કિંમત ૩૫ કરોડ રૂપિયા અંકાય છે. બીજી બાજુ મુંબઈ નજીક વસઈ ખાતે મહારાષ્ટ્ર છ્જી દ્વારા પાંચ કરોડના હેરોઇન સાથે ઉત્તરાખંડના બે માણસોની ધરપકડ કરી છે. સમગ્રપણે જાેતાં લાગે છે કે સરહદ પારથી ભારતમાં નશીલા દ્રવ્યો દાણચોરીથી ઘુસાડવાની પ્રવૃત્તિ રોકાઈ જ નથી. ગયા વર્ષે ઝડપાયેલા ૨૨ કિલો હેરોઇન અંગે તપાસ કરવા માટે રાજસ્થાન પોલીસ, ર્જીંય્ અને મ્જીહ્લની ટુકડીઓ ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા પાંચલા ગામમાં પહોંચી ત્યારે તેમની સાથે પકડાયેલો દાણચોર કમલપ્રીત પણ હતો. સરહદથી ૧,૨૦૦ મીટર દૂર ગયા વર્ષે કરવામાં આવેલી હેરોઇનની દાણચોરીની ઘટના આરોપીના વર્ણન મુજબ રિક્રિયેટ કરવામાં આવતી હતી ત્યારે ઝાડીઓમાં સંતાડીને રાખવામાં આવેલી એક ગુણ મળી આવી છે. તેમાં ૧૫ કિલો હેરોઈન છે. ર્જીંય્એ આ વિશે કમલપ્રીતની ઊલટતપાસ ચાલુ કરી છે. મહારાષ્ટ્રના એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડના માણસો બાતમીના આધારે પાલઘર જિલ્લાના વસઈ તાલુકામાં પેલ્હાર ગામે ઘેરાબંધી કરી લીધી હતી અને ઘેર ઘેર ઝડતી લઈ રહ્યા હતા. તેમાં બે માણસો ઝડપાઈ ગયા છે તેમની પાસેથી ૧.૭૨૪ કિલો હેરોઇન મળી આવ્યું છે. ઉપરાંત ૨.૬૦ લાખ રૂપિયા રોકડા અને બે મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે જે જપ્ત કરી લેવામાં આવ્યા છે. બન્ને આરોપી ઉત્તરાખંડના રહેવાસી છે. તેમને દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ ધરપકડ કરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બન્નેને ૧૫ ફેબ્રુઆરી સુધી છ્જીની કસ્ટડીમાં સોંપ્યા છે. એક આરોપી ફરાર છે તેની તપાસ ચાલુ છે. બન્નેની ઊલટતપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ બૂટના તળિયે સંતાડીને રાજસ્થાનથી ડ્રગ લાવતા હતા. તે મુંબઈમાં સપ્લાય કરતા હતા.