રાજસ્થાન
જયપુર જિલ્લાના શાહપુરામાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. દિલ્હીથી આવી રહેલું ગુજરાત પોલીસનું વાહન બેકાબૂ થઈને ઝાડ સાથે અથડાયું હતું. અકસ્માતમાં ૫ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં ગુજરાતના ચાર પોલીસકર્મીઓ અને એક આરોપીનું મોત થયા છે. કાર દિલ્હીથી ગુજરાત જઈ રહી હતી. ચારેય મૃતકો ગુજરાત પોલીસના કર્મચારી હતા. આ ઘટના શાહપુરાના નિંજાર મોર પાસે બની હતી. પોલીસ કેસની તપાસ કરી રહી છે. આ ઘટના વિરાટનગર વિસ્તાર નજીક ભાબ્રુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર ૪૮ પર સ્થિત નિઝર મોર ખાતે બની હતી. અહીં વહેલી સવારે એક ફોર્ચ્યુનર કાર બેકાબૂ થઈને હાઈવે પરના ડિવાઈડર કૂદીને ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં સવાર ૫ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા ઝ્રસ્ અશોક ગેહલોતે ટ્વીટ કર્યું- દિલ્હીથી ગુજરાતના આરોપીઓને લઈ જઈ રહેલી ગુજરાત પોલીસની ગાડી જયપુરના ભાબ્રુ વિસ્તારમાં અકસ્માત થતા ૪ પોલીસકર્મીઓ સહિત ૫ લોકોના મોત અંગે જાણીને દુઃખ થાય છે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના, ભગવાન તેમને શક્તિ આપે અને મૃતકના આત્માને શાંતિ આપે. જયપુરના શાહપુરામાં પોલીસ વાનને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં ૪ પોલીસકર્મીઓ સહિત ૫ લોકોના મોત થયા હતા. સીએમ અશોક ગેહલોતે પણ ટ્વીટ કરીને અકસ્માતને લઇને શોક વ્યક્ત કર્યો છે. મૃતક પોલીસ કર્મીઓ ભાવનગરમાં બજાવતા હતા ફરજ. મૃતક ૪ પોલીસ જવાનો ભરતનગર પોલીસ મથક માં ફરજ બજાવે છે.