Rajasthan

રાજસ્થાનમાં ૫૦ યુનિટ વીજળી મફત આપવામાં આવશે

રાજસ્થાન
રાજસ્થાનના લોકો માટે ૧ એપ્રિલ એટલે કે નવું નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ ઘણી ભેટ લઈને આવ્યું છે. ગેહલોત સરકારની અનેક યોજનાઓ અને જાહેરાતો આજથી રાજ્યભરમાં લાગુ થવા જઈ રહી છે. રાજસ્થાનમાં જ્યાં ઘરેલું ગ્રાહકને દર મહિને ૫૦ યુનિટ વીજળી મફત મળશે, તો બીજી તરફ રાજ્યના દરેક નાગરિકને સરકારી હોસ્પિટલોમાં લાખો રૂપિયા સુધીની મફત સારવાર મળશે. હવે સરકારી હોસ્પિટલોમાં ઓપીડી અને આઈપીડીમાં તમામ પ્રકારની સુવિધા મફત કરવામાં આવી છે. ૧ એપ્રિલથી, ખાનગી હોસ્પિટલમાં લોકોને ચિરંજીવી યોજના હેઠળ ૫ લાખ રૂપિયાની જગ્યાએ ૧૦ લાખ રૂપિયા સુધીનો કેશલેસ મેડિકલ વીમો મળશે. આ ભેટો વચ્ચે ટોલ પર ૫૦ રૂપિયા સુધી વધુ ટોલ વસૂલવામાં આવશે. ચાલો જાણીએ કે ૧ એપ્રિલથી રાજસ્થાનમાં શું પરિવર્તન થવાનું છે. રાજ્યના બજેટ દરમિયાન સીએમ ગેહલોતે રાજસ્થાનમાં મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી, જે આજથી લાગુ થવા જઈ રહી છે. હવે આવતા મહિને મે મહિનામાં દરેક ઘરેલું ગ્રાહકના ૫૦ યુનિટ વીજ વપરાશ પર ઝીરો બિલ આવશે. તેનાથી વધુ વપરાશ કરનારા ગ્રાહકોને સરકાર દ્વારા ૩૦૦ યુનિટ સુધીની સબસિડી આપવામાં આવશે, જે સ્લેબ અનુસાર વિભાજિત કરવામાં આવે છે. મુખ્યમંત્રીની જાહેરાત મુજબ, રાજ્યની તબીબી સંસ્થાઓની તમામ કેટેગરીમાં ઉપલબ્ધ ર્ંઁડ્ઢ અને ૈંઁડ્ઢ સુવિધાઓ ૧ એપ્રિલથી રાજ્યના તમામ લોકો માટે સંપૂર્ણપણે મફત થઈ ગઈ છે. સરકારના જણાવ્યા અનુસાર, સરકારી હોસ્પિટલોમાં કામ કરતા ડોકટરો હવે ખાતરી કરશે કે હોસ્પિટલના દવા વિતરણ કેન્દ્રમાં ઉપલબ્ધ દવાઓ જ દર્દીઓને સૂચવવામાં આવે. બીજી તરફ, ખાસ પરિસ્થિતિમાં જરૂર જણાય તો જ અન્ય દવાઓની ખરીદી કરીને નિયમાનુસાર દર્દીને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે, વિવિધ સરકારી હોસ્પિટલોમાં પીપીપી મોડ પર સંચાલિત સુવિધાઓ જેમ કે સીટી સ્કેન, એમઆરઆઈ અને ડાયાલિસિસ વગેરે પણ દર્દીઓને મફતમાં આપવામાં આવશે, જેના માટે સરકાર સંબંધિત પીપીપી ભાગીદારને ચૂકવણી કરશે. આ ઉપરાંત રાજ્યમાં મનરેગા યોજના હેઠળ ગામડાઓમાં બેરોજગાર લોકોને હવે ૧૦૦ દિવસની જગ્યાએ ૧૨૫ દિવસની રોજગારી મળશે. જૂની પેન્શન યોજના વર્ષ ૨૦૦૪ અથવા તે પછીના વર્ષમાં રોકાયેલા રાજ્ય સેવા કર્મચારીઓ માટે લાગુ થશે અને ૧ જાન્યુઆરી, ૨૦૦૪ પછી નિયુક્ત સરકારી કર્મચારીઓના પગારમાંથી દ્ગઁજી ની ૧૦ ટકા કપાત પણ આજથી બંધ થઈ જશે.

Rajasthan-free-electricity-and-free-government-hospitals-opd-ipd-many-government-schemes-start-in-rajasthan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *