રાજસ્થાન
કોંગ્રેસ સતાઘારી અશોક ગેહલોતની સરકારે વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત બજેટ જાહેર કર્યું છે. ત્યારબાદ તમામ ધારાસભ્યોને આઈફોન-૧૩ ગિફટ કર્યા હતા. વિપક્ષ ભાજપના ધારાસભ્યો દ્વારા આ ગિફટ સરકારને પરત કરવામાં આવી છે. જેમાં એક આઈફોનની કિંમત અંદાજે રુ. ૭૦,૦૦૦ હોવાનું જણાઈ રહ્યું છે. આ અંગે રાજસ્થાન ભાજપ પ્રમુખ સતીષ પુનિયાએ જણાવ્યું કે, ગુલાબ કટારીયા અને અન્ય ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા બાદ ભાજપે આ ર્નિણય રાજ્ય સરકારને આર્થિક બોજાે ન પડે તે માટે લીઘો છે. કોંગ્રેસ સરકારે વર્ષ ૨૦૨૧માં બજેટ રજૂ કર્યા બાદ તમામ ૨૦૦ ધારાસભ્યોને આઈ-પેડ પણ ભેટમાં આપ્યા હતા. રાજસ્થાનનું વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ ગઈકાલે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને સત્ર પૂર્ણ થયા બાદ તમામ ધારાસભ્યોને આઈફોન-૧૩ સાથે એક બ્રિફકેસ પણ આપવામાં આવી હતી. આ અંગે રાજ્ય સરકારે જણાવ્યું કે અમે વિઘાનસભાને પેપરલેસ બનાવવાનો ર્નિણય લીધો છે. આ માટે આઈફોન-૧૩ ખૂબ ઉપયોગી નિવડશે. જેનાથી આપણો કિંમતી સમય પણ બચશે અને નવી ટેકનોલોજીની પણ આવશ્યકતા આગળ જતા પડવાની જ છે. ભાજપના ધારાસભ્ય વાસુદેવ દેવનાનીએ આ અંગે કહ્યું કે એ સારી બાબત છે કે રાજસ્થાન સરકારે પેપરલેસ થઈને હાઈટેક બનવાનો ર્નિણય લીધો છે, પરંતુ એક આઈફોન પર આટલી મોટી રકમનો ખર્ચ કરવો, તે પણ જ્યારે રાજ્યની અર્થવ્યવસ્થા ખરાબ પરિસ્થિતિમાં છે, તે બિલકુલ વ્યાજબી નથી. તેમણે આગળ જણાવ્યું કે આજરોજ રાજ્ય સરકાર દ્વારા ૫ લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને આ વર્ષે મહેસુલ પણ ઓછું મળ્યું હોવાથી આવા તાયફાઓ કરવા કેટલે અંશે યોગ્ય છે? અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન વિઘાનસભામાં ૨૦૦માંથી ૭૧ જેટલા ભાજપના ધારાસભ્યો છે.