Rajasthan

સચિન પાયલોટ સાથે ૮૦ ટકા ધારાસભ્યો છે ઃ મંત્રી આરએસ ગુઢા

જયપુર
આવતા વર્ષે રાજસ્થાનનમાં વિધાનસભાની ચૂંટણી યોજવાા જઇ રહી છે તે પહેલા જ કોગ્રેસમાં આતંરીક વિખવાદ સામે આવ્યો છે. કોગ્રેસમાં બે ભાગ પડી ગયા છે. જેમા અશોક ગેહલોત અને સચિન પાયલોટ બે ભાગમાં વહેચાઇ ગયુ છે. રાજસ્થાનમાં આ રાજકીય ગરમાવો કોગ્રેસનો આંતરીક છે પરંતુ તેની આગ કોગ્રેસને સતાથી દૂર કરી શકે છે. રાજસ્થાનના કોગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચેની ખેચતાણમાં દુર થવાનું નામ નથી લેતી. ગહલોતે સચિન પાયલોટને ગદ્દાર ગણાવ્યા હતા અને કહ્યુ હતુ કે, રાજસ્થાનમાં મંત્રી આરએસ ગુઢાએ નિવેદન આપ્યુ કે, સચિન પાયલોટના ફેવરમાં ૮૦ ટકા ધારાસભ્યો છે. ગઢાએ જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી અશોક ગહલોત પાસે હાઇ કમાનનો સપોર્ટ છે એટલા માટે તે આ પદ પર ટકી રહ્યા છે. પત્રકારે જ્યારે સચિન પાયલોટ પાસે કેટલા ધારાસભ્યોનો સપોર્ટ છે તે અંગે સવાલ કર્યો તો. ગુઢાએ કહ્યુ કે, તમે વન ટુ વન કરી લો જાે ૮૦ ટકા થી ઓછા ધારાસભ્યો નીકળે તો તમે અમારો દાવો છોડી દજાે. ગુઢાએ વધુમાં જણાવ્યુ કે, મુખ્યમંત્રી અશોક ગહલોત સચિન પાયલોટને ગદ્દાર જેવા કઇ પણ કહે છે. પરતુ તમને જણાવી દવ કે, રાજસ્થાન માટે સચિન પાયલટથી સારા મુખ્યમંત્રી બીજા કોઇ નેતા નથી.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *