Rajasthan

ઉદયપુરના બે મૌલવીએ મોહમ્મદ ગૌસને પાકિસ્તાન તાલીમ માટે મોકલ્યો હતો

ઉદયપુર
કન્હૈયાલાલ હત્યા કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ઉદયપુરના બે મૌલવી રિયાસત હુસૈન અને અબ્દુલ રઝાકે હત્યાના આરોપી મોહમ્મદ ગૌસને દાવત-એ-ઈસ્લામીની તાલીમ માટે પાકિસ્તાન મોકલ્યો હતો. ગૌસની સાથે વસીમ અત્તારી અને અખ્તર રઝા પાકિસ્તાન ગયા હતા. હાલ ત્રણેયને દ્ગૈંછ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બે મૌલાના અને બે વકીલ પણ આ કાવતરામાં સામેલ છે, તેમને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓની એક મીટિંગ થઈ હતી જેમાં રિયાઝ અત્તારીએ ટેલર કન્હૈયાલાલની હત્યાની જવાબદારી લીધી હતી. આ મીટિંગમાં રિયાઝ, મોહમ્મદ ગૌસ, આસિફ અને મોહસીન હાજર હતા. કન્હૈયાલાલની દુકાનથી માત્ર ૫૦૦ દૂર પડોશમાં મોહસીનની દુકાન અને આસિફના રૂમમાં હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. ટેલર કન્હૈયાલાલની હત્યાના ચાર આરોપીઓને શનિવારે દ્ગૈંછ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે હત્યામાં સંડોવાયેલા બે આરોપી રિયાઝ, મોહમ્મદ ગૌસની ધરપકડ કરી લીધી હતી. બંને આરોપીઓએ હત્યા કર્યા બાદ વીડિયો શેર કર્યો હતો. પછી રાજસ્થાન છ્‌જીએ શુક્રવારે અન્ય બે આરોપી મોહસીન અને આસિફની ધરપકડ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કન્હૈયા લાલની હત્યામાં જે ખંજરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ઉત્તર પ્રદેશના કાનપુરથી આવ્યું હતું. આ હથિયારોને ઉદયપુરમાં એસકે એન્જિનિયરિંગ નામની ફેક્ટરીમાં ધાર કાઢવામાં આવી હતી. આ હથિયારોની તસવીર એક વોટ્‌સએપ ગ્રુપમાં શેર કરવામાં આવી હતી, જેમાં પાકિસ્તાનના કેટલાક નંબરો જાેડાયેલા હતા. આ ખુલાસા બાદ હત્યારાઓનું પાકિસ્તાન કનેક્શનનો મામલો વધુ નક્કર બન્યો. કાનપુરમાં જ દાવત-એ-ઈસ્લામિયા નામના પાકિસ્તાની કટ્ટરપંથી સંગઠનનું મુખ્યાલય છે. અત્યાર સુધીની તપાસમાં ગોસ મોહમ્મદને કન્હૈયા લાલની હત્યાના કાવતરાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે, જેને રિયાઝ અને અન્ય લોકોની મદદથી અંજામ આપવામાં આવ્યું હતું. લગભગ ૪૦ લોકોની વિગતો તપાસ એજન્સીઓ પાસે ઉપલબ્ધ છે, તે બધા ગોસ મોહમ્મદ અને રિયાઝના કહેવા પર સ્લીપર સેલની જેમ કામ કરી રહ્યા હતા. આ તમામ ૪૦ લોકો ઉદયપુર અને તેની આસપાસના વિસ્તારના રહેવાસી છે. આરોપીઓને પકડવા માટે તપાસ એજન્સીઓ તેમના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. મોટા ભાગના આરોપીઓ ઉદયપુર નજીક સિલાવતવાડી, ખાનજીપીર અને સવિનાના રહેવાસી છે. આ તમામ ગોસ અને રિયાઝના વોટ્‌સએપ દ્વારા સંપર્કમાં આવ્યા હતા. રિયાઝ અને ગોસ મોહમ્મદના મોબાઈલમાંથી પાકિસ્તાની મૌલવીઓના ઝેરી અને ઉશ્કેરણીજનક ભાષણો ધરાવતી સેંકડો વીડિયો ક્લિપ્સ પણ મળી આવી છે. આમાં કેટલાક વીડિયોમાં લૉન વુલ્ફ એટેક અને આતંકવાદી હુમલાની પદ્ધતિઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. રિયાઝે આસિફ અને મોહસીનને રીડેકોરેશન કરીને આ ઘટનામાં તેનો સાથ આપવા તૈયાર કર્યા હતા. આસિફ અને મોહસીન કન્હૈયા લાલની હત્યાથી લઈને હથિયાર બનાવવાની યોજનામાં સામેલ હતા. જે ગલીમાં કન્હૈયા લાલની દુકાન હતી, તે ગલીમાં રિયાઝ અને મોહમ્મદ ગૌસનું આવવા-જવાનું હતું. ઉદયપુરમાં જ્યારે કેટલાક લોકોએ વિવાદાસ્પદ નિવેદનને સમર્થન આપવાનું શરૂ કર્યું, ત્યારે જ રિયાઝ અને મોહમ્મદ ગૌસે નક્કી કર્યું કે કંઈક મોટું કરવું પડશે. જેમાં કન્હૈયાલાલ સરળતાથી તેમનો શિકાર બની ગયો હતો અને રિયાઝ અને મોહમ્મદ ગૌસ કન્હૈયાની દુકાન પાસે પહેલાથી આવતા-જતા હતા અને તે શેરીથી વાકેફ હતા, તેથી તેઓએ હત્યાને અંજામ આપ્યો. ઉદયપુરમાં ૨૮ જૂને બપોરે મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદે ટેલર કન્હૈયાલાલ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. આરોપી કપડા સિલાઇ કરાવવાના બહાને દુકાને આવ્યો હતો. આ પછી બંને આરોપીઓએ વીડિયો શેર કરીને કહ્યું કે ઈસ્લામના અપમાનનો બદલો લેવા માટે તેઓએ કન્હૈયાલાલની હત્યા કરી. એટલું જ નહીં આરોપીઓએ પીએમ મોદીને પણ ધમકી આપી હતી.

File-01-Page-07-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *