ઉદયપુર
ઉદયપુરમાં માર્યા ગયેલા કનૈયાલાલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો શહેરના સૌથી મોટા સ્મશાન ઘાટ અશોક નગર પહોંચ્યા હતાં અને કનૈયાલાલને અંતિમ વિદાય આપી હતી અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં નાગરિકો જાેડાયા હતાં અને સુત્રોચ્ચાર કરી રહ્યાં હતાં કે આરોપીઓને તાકિદે ફાંસી આપો,ફાંસી આપો
આ ઘટનાના વિરોધમાં આજે સમગ્ર શહેર બંધ રહ્યું હતું. આ પહેલા જ્યારે પોસ્ટમોર્ટમ બાદ તેમના મૃતદેહને ઘરે લઈ જવામાં આવ્યો ત્યારે ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી. તેમની પત્નીએ કહ્યું કે હત્યારાઓને ફાંસીની સજા મળવી જાેઈએ, નહીં તો આ લોકો ઘણા લોકોને મારી નાખશે. કનૈયાની પત્ની યશોદો સરકારથી પણ નારાજગી વ્યકત કરી હતી તેમણે કહ્યું કે સરકારથી શું આશા કરૂ હવે તે શું કરશે મારો પતિ તો ચાલ્યો ગયો તેમનું કહેવું હતું કે અમને ન્યાય અપાવો,મોદીથી વાત કરાવો અશોક ગહલોત સાથે વાત કરાવો મારા બાળકોને નોકરી અપાવો ૩૧ લાખમાં પુરી જીંદગી નિકળી જશે મારી પોલીસને એ ફરિયાદ છે કે ન્યાય અપાવો મારા પતિની સાથે જે થયું તે લોકોની સાથે પણ એવું જ કરો.તેમણે કહ્યું કે ઘરમાં પતિ જ એકલો કમાનાર હતો પરિવારમાં તેમને અને તેમના બે પુત્રો સહિત ચાર નણંદ સાસુ અને ભત્રીજાે પણ છે.પરિવાર માટે બસ એટલી જ આવક થાય છે કે ખર્ચ નિકળી જાય છે પેટ ભરીને ખાઇ લઇએ છીએ
મૃતકની બેન ભગવતી દેવીએ કહ્યું હતું તેમના ભાઇ સાથે વાત થઇ હતી તેમણે કહ્યું હતું કે તે રાતમાં પોલીસ સ્ટેશન રોકાયો અને ધમકી આપનારાની સાથે સમજૂતિ થઇ બેન ભગવતીએ પોતાના ભાઇના પુત્રો માટે પાક્કી સરકારી નોકરી અને ભાભીના ગુજરાન માટે રકમની માંગ સરકારને કરી છે.વૃધ્ધ માતા કાૈંદરી દેવીને પણ પોતાના પુત્રના મોતનું દુખ છે પરંતુ હત્યારાઓની કરતુત પર જબરજસ્ત ગુસ્સો પણ છે.તેમણે પોતાના પુત્ર માટે ન્યાયની માંગ કરી છે. વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયા પણ પરિવારજનોને મળવા ઉદયપુરની એમબી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે સરકારનાં ગુપ્તચર વિભાગની આ નિષ્ફળતા છે. ગુનેગારોમાં હવે કોઈ ડર રહ્યો નથી. અત્યાર સુધી ઘણા એસએચઓને હટાવ્યા નથી.
તાલિબાનોની જેમ હત્યા કર્યા બાદ ઉદયપુરમાં ઠેર-ઠેર પોલીસ તહેનાત કરવામાં આવી છે. ૭ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સમગ્ર રાજસ્થાનમાં ૨૪ કલાક ઈન્ટરનેટ બંધ છે અને એક મહિના માટે કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. વહીવટીતંત્રે ભીડ એકત્ર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે અને આ દરમિયાન ભાજપે ઉદયપુર બંધનું એલાન આપ્યું હતાં જેને લઇને શહેર મોટાભાગે બંધ રહ્યું હતું જાે કે કનૈયાલાલની હત્યાના ૪ કલાક બાદ બે આરોપીઓ ગૌસ મોહમ્મદ અને રિયાઝ જબ્બરની ધરપકડ કરવામાં આવી છે.કનૈયાલાલની હત્યા કર્યા બાદ આરોપી મોહમ્મદ રિયાઝ અને મોહમ્મદ ગૌસ તેમની બાઇક પર નાથી જવા માટે નીકળ્યા હતા. પરંતુ આ દરમિયાન ડીએસટીની ટીમે રાજસમંદ પોલીસની મદદથી બંને આરોપીઓની ભીમ વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી હતી. ડીએસટી ટીમના પ્રહલાદસિંહને મળેલી ટીપના આધારે ડીએસટીની ટીમે સમયસર બંનેની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ બાઇક પરથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેઓને નાકાબંધી કરીને ઝડપી લેવામાં આવ્યા હતા.
જાેધપુરથી જયપુર જતા સમયે અશોક ગેહલોતે ઉદયપુરની ઘટના પર કહ્યું- શું પ્લાન અને ષડયંત્ર હતું. કોની લિંક છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કડી શું છે. આ તમામ બાબતો બહાર આવશે. આ ઘટના સામાન્ય નથી. કેટલાક અસામાજીક તત્વો હોઈ શકે છે. આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. જે પણ જાણવા મળશે, તે હું જણાવીશ.સીએમ જાેધપુર એરપોર્ટ પહોંચ્યા બાદ ઉદયપુર કેસમાં નિવેદન જારી કર્યું. તેમણે કહ્યું – આ ખૂબ જ ચિંતાનો વિષય છે. કોઈની હત્યા ચિંતાજનક છે. સમગ્ર દેશમાં તણાવનું વાતાવરણ સર્જાયુ છે. વાતાવરણ સારું નથી.
એ યાદ રહે કે દુકાનમાં ઘૂસીને દરજી કનૈયાલાલ સાહુની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો તેમજ વીડિયો બનાવી વડાપ્રધાન મોદીને પણ ધમકી આપી હતી. હત્યા બાદ પરિવારે કેટલીક માંગણીઓ કરી હતી. આ અંગે સંમતિ મળ્યા બાદ કનૈયાલાલના મૃતદેહને શબઘરમાં રાખવામાં આવ્યો હતો. મૃતકનાં પરિવારજનોને ૩૧ લાખ સહાય અને બંને પુત્રોને નોકરીની ખાતરી આપવામાં આવી છે. બેદરકારી દાખવવા બદલ ધાનમંડી પોલીસ સ્ટેશનના એએસઆઈ ભંવરલાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
