Rajasthan

કોંગ્રેસની ઘેરાબંધીમાં ૯૮ ધારાસભ્યો જ ઉદયપુર પહોંચ્યા

જયપુર
રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણી માટે ચાલી રહેલા દંગલમાં કોંગ્રેસ તરફથી પોતાના અને અપક્ષ ધારાસભ્યોની ઘેરાબંધીમાં શનિવારે રાત સુધીમાં ૯૮ ધારાસભ્યો જ ઉદયપુર પહોંચ્યા છે. કોંગ્રેસ પાર્ટીના જ ૧૦૮ ધારાસભ્યો છે. જ્યારે ૧૩ અપક્ષ અને ૧ ધારાસભ્ય આરએલડીનો છે. કોંગ્રસે આ બધા ૧૨૨ ધારાસભ્યોને પોતાની ઘેરાબંધીમાં લાવવા માંગે છે. જાેકે હાલ આવું બની શક્યું નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા નારાજ ધારાસભ્યોને મનાવવા લાગ્યા છે. સીએમ અશોક ગેહલોત અને મંત્રી ઉદયપાલ આંજના સહિત અપક્ષ ધારાસભ્ય સંયમ સોઢા રવિવારે ઉદયપુર જઇ શકે છે. આ ધારાસભ્યોને મનાવવા માટે સીએમ અશોક ગેહલોતના ખાસ આરટીડીસી ચેરમેન ધર્મેન્દ્ર રાઠોડ પણ ત્યાં પહોંચ્યા છે. ત્યા બધાએ બેઠક કરી હતી. બેઠક પછી ધારાસભ્ય મોડી રાત સુધી વાતચીત માટે મુખ્યમંત્રી નિવાસ માટે રવાના થયા હતા. જ્યાં સીએમ ગેહલોત સાથે વાતચીત પછી ધારાસભ્યોની નારાજગી દૂર થઇ ગઈ હોવાની વાત કહેવામાં આવી રહી છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ ધારાસભ્યો રવિવારે ઘેરાબંધીમાં સામેલ થઇ શકે છે. ઉદયપુર ના પહોંચનાર મંત્રીઓમાં શાંતિ ધારિવાલ, રમેશ મીણા, વિશ્વેંન્દ્ર સિંહ, મુરારીલાલ મીણા, ડો. મહેશ જાેશી અને પ્રતાપ સિંહ સામેલ છે. આ સિવાય કોંગ્રેસ ધારાસભ્ય ભરત સિંહ, હરીશ ચૌધરી, દીપેન્દ્ર સિંહ શેખાવત, ભંવરલાલ શર્મા, વેદ સોલંકી, દાનિશ અબરાર, પરસરામ મોરદિયા, રાજેન્દ્ર વિધૂડી અને અપક્ષ ધારાસભ્ય બલજીત યાદવ પણ ઉદયપુર પહોંચ્યા નથી. બીજી તરફ પૂર્વ પીસીસી ચીફ સચિન પાયલોટ હાલ દિલ્હીમાં ધામા નાખ્યા છે. આ પહેલા પણ રાજ્યસભાની ચૂંટણી વખતે સચિન પાયલોટ નારાજ થયા હતા. રાજસ્થાન કોંગ્રેસના બે દિગ્ગજ નેતા અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ઘણા સમયથી મતભેદ ચાલી રહ્યા છે. કોંગ્રેસ પાસે ૧૦૮, ભાજપ પાસે ૭૧ ધારાસભ્યો છે. ૧૩ અપક્ષ, ૩ આરએલપી, ૨ મ્‌ઁ, ૨ એમકેપી, ૧ ઇન્ડ્ઢ ધારાસભ્ય પણ છે. એવામાં ચોથી સીટ માટે ભાજપને અપક્ષ ધારાસભ્યો પર ભરોસો છે જ્યારે કોંગ્રેસ પણ તેમની તરફ જ મીટ માંડીને બેઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *