રાજસ્થાન
પતિ દ્વારા પત્નીની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. પતિએ ખુરપીથી પ્રહાર કરીને પત્નીની હત્યા કરી દીધી છે. પતિને પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. હત્યા કર્યા પછી પતિ જાતે જ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસને ઘટનાની માહિતી આપતા પોતાનો ગુનો કબુલ કરી લીધો છે. તેણે પોલીસને કહ્યું કે મેં મારી પત્નીને મારી નાખી છે. આ ઘટના રાજસ્થાનના ડુંગરપુરમાં બની છે. ડુંગરપુર પોલીસ ઉપાધિક્ષક રાકેશ શર્માએ જણાવ્યું કે કોતવાલી સ્ટેશન ક્ષેત્રના થાણા રેડા ફલા ગામના રહેવાસી જિતેન્દ્ર બરંડાને પોતાની પત્ની અનિતા બરંડાના ચારિત્ર્ય પર શંકા હતી. બુધવારની રાત્રે ઊંઘ્યા પછી અનિતા બરંડા ક્યાંક ગઇ હતી ત્યાંથી થોડા કલાકો પછી પાછી ફરી હતી. અનિતાના પરત ફર્યા પછી પતિ સાથે ઝઘડો થયો હતો. બન્ને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે પતિએ પત્નીના માથા પર ખુરપીથી પ્રહાર કર્યો હતો. જેમા અનિતાનું મોત થયું હતું. બાળકોએ પડોશીઓની ઘટનાની જાણકારી આપી ઘટના પછી જિતેન્દ્ર ઘરેથી ચાલ્યો ગયો હતો. અનિતાના બાળકોના રડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો તેમના ઘરે દોડી આવ્યા હતા. પડોશી જ્યારે તેમના ઘરે ગયા તો ત્યાં અનિતાની લાશ પડી હતી. બાળકોએ કહ્યું કે મમ્મી-પપ્પા વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી પપ્પાએ મમ્મીની હત્યા કરી દીધી હતી. મોડી રાત્રે જિતેન્દ્ર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોતાનો ગુનો કબુલી લીધો હતો. પોલીસ હત્યાનો કેસ નોંધીને આરોપી પતિની ધરપકડ કરી છે.
