Rajasthan

પાણી ભરવા બાબતે આદિવાસી યુવકને માર મારતા મોત, ત્રણેયની કરી ધરપકડ

જાેધપુર
રાજસ્થાનના જાેધપુરમાં એક ૪૬ વર્ષીય આદિવાસી વ્યક્તિને ટ્યુબવેલમાંથી પાણી લેવા માટે માર મારવામાં આવ્યો હતો. મૃતકના ભાઈ અશોકે આરોપ લગાવ્યો છે કે, આરોપીઓએ સુરસાગરમાં ભોમ્યાજીની ખીણમાં રહેતા ૪૬ વર્ષીય કિશનલાલ ભીલને જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કરીને હડધૂત કર્યા હતા અને પરિવારના સભ્યોને કિશનલાલને હોસ્પિટલમાં લઈ જવા દીધા ન હતા. તેમણે કહ્યું કે, પોલીસના આગમન પછી જ પરિવારના સભ્યો ગંભીર રીતે ઘાયલ કિશનલાલને હોસ્પિટલમાં લઈ જઈ શક્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું કે, આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપી શકીલ, નાસિર અને બબલુની અટકાયત કરવામાં આવી છે અને તેમની સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ (હત્યા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સુરસાગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ગૌતમ દોતાસરાએ જણાવ્યું કે, આ ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે. તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ તેમજ આશ્રિત સગાઓને વળતર અને સરકારી નોકરીની માગણી સાથે, કિશનલાલના પરિવાર અને સમુદાયના સભ્યોએ વિરોધ કર્યો અને તેમના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કર્યો હતો.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *