બુંદી
રાજસ્થાનના બુંદી જિલ્લામાં એક પિતાએ પોતાની પુત્રીનો ૧૫ લાખ રૂપિયામાં સોદો કર્યો હતો. જે બાદ ખરીદનારે યુવતીને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દીધી. તેણે છોકરીને ઘણા દિવસો સુધી પોતાની પાસે રાખી અને પછી તેના મિત્રને વેચી દીધી. આ સમગ્ર મામલો બુંદીના ડબલાના પોલીસ સ્ટેશન વિસ્તાર સાથે સંબંધિત છે. યુવતીના નિવેદન બાદ પોલીસે આરોપી પિતા અને બાળકીના પહેલા ખરીદનારની ધરપકડ કરી લીધી છે. આ મામલે બુંદીના દબલાના પોલીસ સ્ટેશન વિસ્તાર સાથે જાેડાયેલો છે. જાેકે, યુવતીને કોટા નારીશાળામાં મોકલી દેવામાં આવી છે. દબલાના થાનપ્રભારીના રામેશ્વર જાટે જણાવ્યું કે, પીડિતા સગીર છે. ૬ સપ્ટેમ્બરના રોજ તેની માતાએ પોલીસ સ્ટેશન આવીને આરોપીઓ વિરુદ્ધ પુત્રીના અપહરણનો કેસ નોંધાવ્યો હતો. તેના પછી હરકતમાં આવેલી દબલાના પોલીસે ટીમ બનાવીને સગીરની શોધ શરૂ કરી હતી. પોલીસ તેની શોધ કરતા કરતા મહારાષ્ટ્ર પહોંચી. ત્યાં પોલીસે ચીખલી પુણેમાંથી બાળકીને શોધી કાઢી હતી. પોલીસે બાદમાં પીડિતાની પૂછપરછ કરી હતી. તેણે પોલીસને જણાવ્યું કે તેના પિતાએ તેને બે વર્ષ પહેલા સવાઈ માધોપુરના રહેવાસી શિવરાજ કંજરને ૧૫ લાખ રૂપિયામાં વેચી દીધી હતી. શિવરાજ કંજરે તેને ૧૫ લાખ રૂપિયા વસૂલવા માટે તેને દેહવ્યપારના ધંધામાં ધકેલી દીધી. તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ કરાવતા હતા. શંકર કંજરે રોજના ૧૫થી ૨૦ ગ્રાહકોને તેની પાસે મોકલવાનું શરૂ કર્યું. શારીરિક સંબંધ બાંધવાની ના પાડતા તેને માર મારવામાં આવ્યો હતો. પીડિતાએ જણાવ્યું કે તે પછી આરોપી શિવરાજે તેને રામનગરમાં રહેતા તેના મિત્ર સંજય કંજરને વેચી દીધી. તેણે મહારાષ્ટ્રના ચીખલી પુનામાં ફરીથી તેણીનું ગંદું કામ કરાવવાનું શરૂ કર્યું.બાતમીદાર દ્વારા મળેલી માહિતીના આધારે પોલીસે બાળકીને મળી આવી. તેના પછી પોલીસે આરોપી પિતા અને સવાઈ માધોપુરના રહેવાસી શિવરાજ કંજરની ધરપકડ કરી હતી. બાદમાં પીડિતાને બુંદી બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ત્યાંથી તેણીને કોટા નારીશાળા મોકલવામાં આવી હતી. પીડિતા ખૂબ જ ડરેલી છે.