જયપુર
અશોક ગહલોત સરકારમાં મંત્રી રાજેન્દ્ર સિંહ ગુઢાએ મોટો દાવો કર્યો છે.તેમણે કહ્યું કે ભીડને આકર્ષિત કરનારા કોંગ્રેસી નેતાઓમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બાદ સચિન પાયલટ દેશમાં સૌથી મોટા નેતા છે. એક દિવસ પહેલા રાજેન્દ્ર ગુઢાએ કહ્યું હતું કે પાયલટનો વિરોધ તે લોકો કરી રહ્યાં છે જે પાયલટની સાથે બેવફાઇ કરી ચુકયા છે હવે તે લોકોને એ લાગી રહ્યું છે કે પાયલટ મુખ્યમંત્રી બની જશે તો બેવફાઇને યાદ કરી કામ કરશે.તેમણે કહ્યું હતું કે કાબેલ વ્યક્તિને કોઇ પણ આગળ જતા રોકી શકે નહીં તેમણે કહ્યું કે સમય જરૂર લાગી શકે છે પરંતુ પરિણામ જરૂર સારૂ આવશે ગુઢાએ નામ લીધા વિના મુખ્યમંત્રી અશોક ગહલોત અને તેમના સમર્થક ધારાસભ્યો પર પ્રહારો કર્યા હતાં આ દરમિયાન તેમણે સચિન પાયલટની ભારે પ્રસંશા પણ કરી હતી તેમણે આરોપ લગાવ્યો હતો કે સચિન પાયલટને તમામે મહાભારતના અભિમન્યુંની જેમ છેતરપીડી કરી ઘેરી લીધા છે.કેટલાક ધારાસભ્યોને ઉશ્કેરીને તેમના દ્વારા બળવો કરાવવામાં આવ્યો અને ત્યારબાદ તેઓ છોડી ચાલ્યા ગયા આ સચિન પાયલટને બદનામ કરવાનું કાવતરૂ હતું જેમાં તે સફળ થઇ ગયા છે. તેમણે મુખ્યમંત્રી ગહલોત અને તેમના સમર્થક ધારાસભ્યો પર પલટવાર કરતા કહ્યું હતું કે પાયલટની સાથે ગયેલા પાંચ લોકો જયારે મંત્રી બની શકે છે તો સચિન પાયલટ કેમ મુખ્યમંત્રી બની શકે નહીં સચિનની પ્રશંસા કરતા રાજેન્દ્ર ગુઢાએ કહ્યું કે જે રીતે તેમને ગાળો આપવામાં આવી રહી છે અને તે ચુપ રહ્યાં ખબર નહીં આટલું ધૈર્ય તે કયાંથી લાવે છે રાજેન્દ્ર ગુઢાએ ૨૩ સપ્ટેમ્બરે પણ કહ્યું હતું કે પ્રદેશના આગામી મુખ્યમંત્રી સચિન પાયલટ બનશે તમામ ધારાસભ્ય સચિન પાયલટની સાથે છે.ગહલોતનું સમર્થન કરનારા અપક્ષ ધારાસભ્ય પણ પાયલટને સમર્થન આપશે.રાજેન્દ્રે એ પણ કહ્યું હતું કે જે ધારાસભ્ય બસપા છોડી કોંગ્રહેસમાં આવ્યા છે તે પણ સચિનના સમર્થનમાં છે.


