Rajasthan

રાજસ્થાનના જયપુરમાં લીંબુ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ

રાજસ્થાન
વધતા જતા ભાવથી લીંબુ હવે ચોરોના નિશાન પર છે. જયપુરના મુહાના શાકમાર્કેટમાં લીંબુ ચોરી કરવાનાર હવે સક્રિય થઇ ગયા છે. જાેકે સ્થિતિ એવી છે કે ગત થોડા દિવસોમાં આ શાકમાર્કેટમાં લીંબૂની ચોરી થઇ ચૂકી છે. વાયરલ થઇ રહેલા સીસીટીવી ફૂટેજમાં જાેઇ શકો છો કે શાકમાર્કેટમાં કેવી રીતે ચોર આવે છે અને લીંબૂ ચોરીને ફરાર થઇ જાય છે. વેપારીઓને સમજાતું નથી કે તે ઘરે જઇને ઘરની રખેવાળી કરે કે પછી શાકમાર્કેટમાં બેસીને લીંબુઓને જુએ. વેપારીઓની મજબૂરીનો ચોર જાેરદાર ફાયદો ઉઠાવી રહ્યા છે. શાકમાર્કેટમાં ચોર લીંબુની ચોરી કરી રહ્યા છે. સીસીટીવી ફૂટેજ ધ્યાનથી જાેઇએ તો એક વ્યક્તિ શાકમાર્કેટમાં ઘૂસે છે અને પછી કેરેટ લીંબુ ઉઠાવીને બહાર આવે છે. ત્યારબાદ શાકમાર્કેટમાં ઉભેલી ઇ-રિક્શામાં મૂકીને ફરાર થઇ જાય છે. મુહાના શાકમાર્કેટના અધ્યક્ષ રાહુલ તંવરે કહ્યું કે ‘ચોરોએ લીંબુને નિશાન બનાવ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે લીંબુના ભાવ સતત ઝડપથી વધી રહ્યા છે.’ ચોરીની આ ઘટનાથી પરેશાન વેપારીઓએ હાલ મુહાના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જાેવાનું એ રહેશે કે પોલીસ લીંબુ ચોરોને ક્યાં સુધી ધરપકડ કરશે. વીડિયો વાયરલ થયા બાદ એક યૂઝરે લખ્યું ‘થોડા દિવસો બાદ આ લીંબુ કોડીઓના ભાવે વેચાશે. માર્કેટનો જૂનો ફંડા છે કે પહેલાં કોઇપણ વસ્તુનો હેવી સ્ટોક જમા કરીને માર્કેટમાં મોંઘવારીના સમાચાર ફેલાવી દો. કંઇપણ કર્યા વિના તે સામાનના ભાવમાં ભયંકર તેજી આવી જશે. અને જ્યારે સારો એવો નફો નિકળી જાય તો શાકભાજીને રદ્દીના ભાવે વેચી દો. આજે એ જ વસ્તુ લીંબુ સાથે થઇ રહી છે. ગરમીઓમાં લોકોને રાહત આપનાર લીંબુ હવે લોકોને રડાવવા લાગ્યા છે. લીંબુના ભાવ એટલા વધી ગયા છે કે હવે ચોરોની નજર આવ્યા ગયા છે. રાજસ્થાનના જયપુરમાં ચોરો સોના-ચાંદી અંહી પરંતુ લીંબુ ચોરી કરવા લાગ્યા છે. જયપુરના શાકમાર્કેટમાં લીંબુની ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજમાં જાેઇ શકાય છે કે કેવી રીતે લોકો શાકમાર્કેટમાં ફરે છે અને ચોરી કરીને ફરાર થઇ જાય છે.

Robbers-brought-e-rickshaws-and-looted-lemons-captured-on-CCTV-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *