રાજસ્થાન
રાજસ્થાનના કરૌલી જિલ્લામાં એક યુવકે પડોશનનાં પ્રેમમાં પાગલ થઈને તેના પતિને રહેંસી નાખ્યો. આરોપી યુવક પાડોશીની હત્યા કરીને દિલ્હી ભાગી ગયો હતો. પોલીસે ઘટનાના ૧૭ દિવસ બાદ તેની ધરપકડ કરી છે. પોલીસે તેની પૂછપરછ કરતાં આ સનસનીખેજ ખુલાસો થયો હતો. આરોપીએ જે યુવકની હત્યા કરી હતી તે તેનો પાડોશી તેમજ તેનો સાથી હતો.બંને સાથે કામ કરતા હતા. પરંતુ અનૈતિક પ્રેમમાં પાગ તે બધું ભૂલીને પોતાના મિત્રની ગળુ દબાવીને હત્યા કરી નાખી. કરૌલી પોલીસ સ્ટેશનના અધિકારી ડૉ. ઉદયભાને જણાવ્યું કે ધરપકડ કરાયેલ હત્યાનો આરોપી દિલીપ ઉર્ફે ટિંકુ (૩૫) કરૌલીમાં ભીમનગર પાંડેના કૂવાનો રહેવાસી છે. ૪ ઓક્ટોબરે ભીમનગર પાંડેના કૂવા વિસ્તારમાં રહેતા ધરમ સિંહ ઉર્ફે ધન્ના (૨૨)નો મૃતદેહ તેના ઘર પાસે પડેલો મળ્યો હતો. મૃતકના પરિજનોએ તેની હત્યાની આશંકા સાથે કોતવાલીમાં એફઆઈઆર નોંધાવી હતી. જે બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસ એક એક કડી જાેડતા આરોપી દિલીપ સુધી પહોંચી. પોલીસે દિલીપની કડક પૂછપરછ કરતાં તેને હકીકત સ્વીકારી. જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દિલીપને ધરમ સિંહની પત્ની સાથે અનૈતિક સંબંધ હતા, તેમના આ પ્રેમ સંબંધમાં ધર્મસિંહ આડે આવી રહ્યો હતો. આથી દિલીપે ધરમસિંહને રસ્તામાંથી હટાવવા માટે તેને મારી નાખ્યો. ધરમસિંહ દિલીપનો પાડોશી હતો. બંને દિલ્હીમાં સ્ટોન ફિટિંગ અને મજૂરીનું કામ કરતા હતા. આ ઘટનાને અંજામ આપવા માટે દિલીપ ૩ ઓક્ટોબરની રાત્રે ૧૧ વાગ્યે દિલ્હીથી કરૌલી પહોંચ્યો હતો. ત્યાં તે રાત્રે ધરમસિંહના ઘરે ગયો અને તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. તે પછી રાત્રે ૨ વાગે જ દિલ્હી જવા રવાના થયો જેથી કોઈને તેના પર શંકા ન થાય. પરંતુ તે પોલીસની નજરમાંથી બચી શક્યો નહીં. બાતમીદારની સૂચના પર પોલીસે તેની હરિયાણાના ગુરુગ્રામથી ધરપકડ કરી હતી.


