રાજસ્થાન
કોરોનાના વધતા જતા કેસને જાેતા રાજસ્થાનમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી. અધિક મુખ્ય સચિવ (ગૃહ) અભય કુમાર દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા અનુસાર, વિદ્યાર્થીઓએ વાલીની લેખિત સંમતિ મેળવવી ફરજિયાત રહેશે, તે બાદ વિદ્યાર્થીને શાળા પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. સુધારેલી માર્ગદર્શિકા મુજબ, સમગ્ર રાજ્યમાં દરરોજ રાત્રે ૧૧ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે. આ સાથે તમામ પ્રકારના મેળાવડા માટે લોકોની મહત્તમ સંખ્યા ૧૦૦ સુધી મર્યાદિત કરી છે. નવી માર્ગદર્શિકા ૩૧ જાન્યુઆરીથી લાગુ થશે અને આગામી આદેશો સુધી અમલમાં રહેશે. તમને જણાવી દઈએ કે, તામિલનાડુ સરકારે પણ ૧ ફેબ્રુઆરીથી શાળાઓ અને કોલેજાે ફરીથી ખોલવાનો ર્નિણય લીધો છે. રાજ્યમાં કોરોનાના કેસને જાેતા રાજ્ય સરકારે શૈક્ષણિક સંસ્થાઓને ફરીથી ખોલવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં ઘણા નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. આ સિવાય કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં શાળાઓ ફરીથી ખોલવા અંગે એડવાઈઝરી પણ જાહેર કરે તેવી શક્યતા છે. જાે કે, તે રાજ્યોએ નક્કી કરવાનું રહેશે કે તેઓ શાળાઓ ખોલવા માટે તૈયાર છે કે નહીં. કેન્દ્ર કોવિડ-૧૯ પ્રોટોકોલના કડક પાલન હેઠળ શાળાઓ ફરીથી ખોલવા માગે છે.છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોના સંક્રમણ ઘટતુ જાેવા મળી રહ્યુ છે,જેને પગલે ઘણા રાજ્યમાં ફરીથી શાળાઓ ખોલવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર, હરિયાણા, કેરળ બાદ હવે રાજસ્થાન સરકારે પણ શાળાઓ ફરીથી ખોલવાનો ર્નિણય લીધો છે. રાજસ્થાનમાં ૧ ફેબ્રુઆરીથી ધોરણ ૧૦ થી ૧૨ અને ધોરણ ૬થી ૯ માટે ૧૦ ફેબ્રુઆરીથી શાળાઓ ખુલશે. સરકારે નવી કોવિડ માર્ગદર્શિકામાં જણાવ્યુ છે કે, વિદ્યાર્થીઓ પાસે ઑનલાઇન શિક્ષણનો વિકલ્પ પણ હશે. આ સાથે અન્ય ઘણા પ્રતિબંધોમાંથી પણ છૂટ આપવામાં આવી છે. રાજ્યમાં બજારો, અન્ય વ્યવસાયિક સંસ્થાઓ હવે રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લી રહેશે.