Rajasthan

રાજસ્થાના મુખ્યમંત્રીના ભાઈ અગ્રસેન ગેહલોતના ત્યાં સીબીઆઈના દરોડા

રાજસ્થાન
સીબીઆઈએ અગ્રસેન ગેહલોતના નિવાસ સ્થાન પર દરોડા પાડ્યા છે. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે સીબીઆઈના આ દરોડા રાહુલ ગાંધી માટે દિલ્હીમાં કરવામાં આવી રહેલા પ્રદર્શન સાથે જાેડીને જાેવામાં આવી રહ્યા છે. શુક્રવારે સવારે અગ્રસેન ગેહલોતના ઘરે સીબીઆઈની ટીમ પહોંચી હતી. આ ટીમમાં ૫ અધિકારી દિલ્હીથી અને ૫ અધિકારી જાેધપુરથી છે. સીબીઆઈની એક ટીમ તેમના પાવટા સ્થિત દુકાન પર પહોંચી હતી. જાેકે સીબીઆઈની આ રેઇડ ખાતર કૌભાંડ મામલામાં કરવામાં આવી રહી છે કે કોઇ અન્ય મામલે તે વિશે હજુ સુધી કશું સ્પષ્ટ થયું નથી. સીએમ અશોક ગેહલોતના ભાઇ અગ્રસેન ગેહલોત પર કોંગ્રેસ સરકાર દ્વારા ૨૦૦૭થી ૨૦૦૯ વચ્ચે સબસિડી વાળા ખાતરને નિર્યાત કરવાનો આરોપ છે. ખેડૂતોને સબસિડી પર મળનાર મ્યૂરિએટ ઓફ પોટાશને વિદેશમાં નિર્યાત કરવા પર કસ્ટમ ડિપાર્ટમેન્ટે અગ્રસેન ગેહલોત પર ૬૦ કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે સીબીઆઈ સૂત્રોનું કહેવું છે કે ભ્રષ્ટાચાર અને ધોખાધડીનો તાજાે કેસ નોંધવામાં આવ્યો છે.રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઇ અગ્રસેન ગેહલોતના સ્થળો પર સીબીઆઈએ રેઇડ પાડી છે. અગ્રસેનના જાેધપુર સ્થિત નિવાસ પર સીબીઆઈની રેઇડ ચાલી રહી છે. મંડારમાં રહેલા તેમના મકાનમાં શુક્રવારે સવારથી સીબીઆઈના અધિકારી તપાસ કરી રહ્યા છે. આ પહેલા ઇડીએ પણ રેઇડ કરી હતી. આ રેઇડ એવા સમયે ચાલી રહી છે જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજસ્થાનમાં રાજ્યસભાની ૩ સીટો પર જીત મેળવી ઉત્સાહિત છે અને હાલ દિલ્હીમાં રાહુલ ગાંધીની ઇડીને પૂછપરછ દરમિયાન વિરોધ પ્રદર્શનમાં સક્રિય રહ્યા છે.

India-Rajasthan-CBI-raids-places-of-Agrasen-brother-of-Rajasthan-Chief-Minister-Ashok-Gehlot.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *