Rajasthan

રાયપુર એરપોર્ટ પર સરકારી હેલિકોપ્ટર ક્રેશ થતાં બે પાઈલોટના મોત

રાયપુર
રાયપુરના જીજીઁ પ્રશાંત અગ્રવાલે અકસ્માતની પુષ્ટિ કરી છે. આ અકસ્માત રાયપુર એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન થયો હતો. ગુરુવારે રાત્રે લગભગ ૯.૧૦ વાગ્યાની આસપાસ રાયપુર એરપોર્ટ રનવેના છેડે આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ, ઝ્રૈંજીહ્લ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. છત્તીસગઢ સરકાર દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યનું હેલિકોપ્ટર આજે રાત્રે લગભગ ૯.૧૦ વાગ્યે રાયપુરના સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર ક્રેશ થયું હતું. તે નિયમિત ટ્રેનિંગ ફ્લાઈટ પર હતો. ટેકનિકલ ખામીના કારણે અકસ્માત થયો હોવાના પ્રાથમિક સંકેતો છે. આ અકસ્માતમાં કેપ્ટન ગોપાલ કૃષ્ણ પાંડા અને કેપ્ટન એપી શ્રીવાસ્તવનું મોત થયું છે. દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા ડ્ઢય્ઝ્રછ અને રાજ્ય સરકારના આદેશ પર વિગતવાર તકનીકી તપાસ હાથ ધરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે રામકૃષ્ણ હોસ્પિટલ પ્રશાસને પાયલટોના મોતની પુષ્ટિ કરી છે. અકસ્માત બાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. થોડો સમય અરાજકતા સર્જાઈ હતી, પરંતુ સમયસર પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ રાજ્યના હેલિકોપ્ટર દુર્ઘટનામાં બંને પાયલટ કેપ્ટન પાંડા અને કેપ્ટન શ્રીવાસ્તવના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ બઘેલે કહ્યું છે કે ‘દુઃખની આ ઘડીમાં ભગવાન તેમના પરિવારના સભ્યોને શક્તિ આપે અને દિવંગત આત્માને શાંતિ આપે’. જણાવી દઇએ કે દુર્ઘટના બાદ હેલિકોપ્ટરને ખરાબ રીતે નુકસાન થયું છે. તપાસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અકસ્માતનું સ્પષ્ટ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક મોટો અકસ્માત થયો છે. રાયપુર એરપોર્ટ પર સરકારી હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં ૧ પાયલટ અને એક કો-પાયલોટ હતા. બંનેના મોત થયા છે.

Indian-Government-Helicopter-Crash-on-outside-of-Runway-at-Raipur-Airport.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *