Tamil Nadu

તામિલનાડુમાં પત્નીએ પતિના પ્રાઈવેટ પાર્ટમાં ગરમ પાણી નાખ્યું

ચેન્નાઈ
તામિલનાડુથી એક ખૂબ જ આશ્ચર્ય ઉપજાવે તેવી ઘટના સામે આવી છે. જ્યાં એક પત્નીએ પોતાના પતિના જ પ્રાઈવેટ અંગો પર ગરમાગરમ ઉકળતું પાણી નાખી દીધું હતું. આ સમયે તેનો પતિ ઊંઘી રહ્યો હતો. આ ઘટના સોમવાર રાતની છે. હકીકતમાં થયું એવું હતું કે મહિલાને તેના પતિનું લગ્નેતર અફેર હોવાની આશંકા હતી. જેના કારણે પતિ અને પત્ની વચ્ચે અનેકવાર ઝગડા પણ થતા હતા. જાેકે આ ઝગડાનું આવું ગંભીર પરિણામ આવશે તેવું કોઈએ વિચાર્યું નહોતું. શ્રીપેરંબદૂરમાં એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા ૩૨ વર્ષના એલ. થંગરાજના પ્રાઈવેટ અંગ આ ઘટનામાં ૫૦ ટકા જેટલા બલી ગયા છે. પહેલા તેને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં તેને ભરતી કરાવવામાં આવ્યો હતો જાેકે સ્થિતિ વધુ નાજુક બની જતા પીડિત પતિને વેલ્લોરના બીજા એક મોટા સરકારી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હાલ પ્રાપ્ત મીડિયા રિપોર્ટ્‌સ મુજબ કાવેરીપક્કમની પોલીસે ૨૯ વર્ષીય પત્ની ટી પ્રિયાની ધરપકડ કરી લીધી છે. પોલીસે તેના વિરુદ્ધ કલમ ૨૯૪ (બી), ૩૨૪ (પોતાની ઈચ્છાએ ખતરનાક હથિયારોથી ઈજા પહોંચાડવી) અને ૫૦૬ (ગુનાહીત ધમકી આપવી) કાયદાની આ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ આવી રહ્યું છે કે સાત વર્ષ પહેલા બંનેના લગ્ન થયા હતા. બંનેને લગ્નથી એક દીકરો અને દીકરી પણ છે. પરંતુ જ્યારે મહિલાને પતિના એક્સ્ટ્રા મેરેટિયલ અફેર અંગે શક થયો તો બંને વચ્ચે વારંવાર આ મુદ્દે લડાઈ થતી હતી. પછી આ મામલે પત્નીએ અનેકવાર ઝગડા કર્યા અને લગ્ન સંબધ તોડી નાખવાની વાત પણ કરી હતી, જાેકે પતિ માનવા માટે તૈયાર જ નહોતો. સોમવારે આવા જ એક ઝગડા બાદ બંને સૂઈ ગયા હતા. જે બાદ મહિલા અડધી રાતે ઉઠી અને પાણી ગરમ કરીને પતિના ગુપ્તાંગો પર નાખી દીધું. જેના કાણે પતિએ ચીસાચીસ કરી મૂકતા પડોસીઓ ભેગા થઈ ગયા હતા અને તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી તેને વેલ્લોરની મોટા સરકારી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હવે આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *