તામિલનાડુના થુંજાવુર જિલ્લાની એક શાળામાંવિદ્યાર્થિની પર શાળાના જ કર્મચારીઓ દ્વારા ધર્મ પરિવર્તન માટેનું દબાણ કરાતું હોવાનો મામલો સામે આવ્યો છે. ત્રસ્ત વિદ્યાર્થિનીએ દ્વારા આપઘાતનો પ્રયાસ કરાતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાના વિરોધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જામનગરમાં તામિલનાડુના મુખ્યમંત્રીના પૂતળાનું દહન કરવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યકરોએ પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓ દ્વારા પૂતળા દહનનો પ્રયાસ કરતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. એબીવીપી દ્વારા આ ઘટનામાં જે કોઈ દોષિત હોય તેની સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે.