Tamil Nadu

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા,પાંચ જિલ્લામાં પુરનું એલર્ટ

ચેન્નાઈ
તમિલનાડૂના કેટલાય વિસ્તારોમાં શનિવારે ભારે વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ડેમ પણ ફુલ થઈ ગયા છે. રાજ્યમં છેલ્લા એક અઠવાડીયાથી સતત વરસાદ થઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ તે ચાલુ રહેવાની શક્યતા છે. ભારત હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર, રાજ્યમાં રવિવારે ભારે વરસાદ થશે અને ચેન્નાઈમાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે. મયિલાદુથુરાઈ જિલ્લાના એક વિસ્તારમાં પાણી ભરાયેલા રસ્તાના અમુક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે વાહનવ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો છે. ભારે વરસાદના કારણે પાંચ જિલ્લામાં પુરની ચેતવણી બાદ વૈગઈ ડેમમાંથી વધારાનું પાણી છોડવામાં આવ્યું છે. ડેમના એક અધિકારીએ જણાવ્યું છે કે, થેનીમાં વૈગઈ ડેમથી કુલ ૪૨૩૦ ક્યૂબિક ફુટ વધારાનું પાણી છોડવામા આવ્યું છે. કોયમ્બતૂર જિલ્લાના ડેમ સતત છલકાઈ રહેવાની તૈયારીમાં છે. ભારે વરસાદના કારણે થેની, ડિંડીગુલ, મદુરાઈ, શિવગંગા અને રામનાથપુરમ જિલ્લામાં પુરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છએ. હવામાન વિભાગના જણાવ્યા અનુસર, ચેન્નાઈના કેટલાય વિસ્તાર અને પાડોશી જિલ્લા કાંચીપુરમ, તિરુવલ્લૂર અને ચેંગલપેટમાં શ્રીલંકાના તટથી દૂર બંગાળની ખાડીમાં લો પ્રેશરવાળા ક્ષેત્રના પ્રભાવમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *