ચેન્નાઈ
તમિલનાડૂની રાજધાની ચેન્નઈથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બિરયાનીને લઈને થયેલા વિવાદમાં ૭૪ વર્ષિય વૃદ્ધ પોતાની પત્નીને જીવતી સળગાવી દીધી હતી. પતિ દ્વારા આગ લગાવ્યા બાદ પત્નીએ પતિને બાહોમાં ઝકડી રાખ્યો, જેથી પતિ પણ દાઝી ગયો. ત્યાર બાદ બંનેને હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા, જ્યાં પતિ-પત્ની બંનેના મોત થઈ ગયા હતા. આ ઘટના ચેન્નઈના અયનાવરમની છે. અહીં સેવાનિવૃત રેલ કર્મચારી કરુણાકરણ અને તેમની પત્ની પદ્માવતી ટેગો નગરમાં રહેતા હતા. દંપત્તિના ૪ બાળકો છે. જે શહેરના અલગ અલગ વિસ્તારમાં રહે છે. કહેવાય છે કે, સોમવારની રાતે પાડોશીઓએ દંપત્તિના ઘરથી બૂમો સાંભળી, જે બાદ દોડીને ગયા, જ્યાં પતિ-પત્ની બેભાન અવસ્થામાં પડ્યા હતા. પાડોશીઓએ તેમને હોસ્પિટલે પહોંચાડ્યા હતા. પોલીસે આ મામલામાં આત્મહત્યાનો કેસ માની રહી હતી, પણ કિલપૌક હોસ્પિટલમાં મૃત્યુ પહેલા પદ્માવતીએ જે કારણ બતાવ્યું તે અત્યંત ડરામણું હતું. પદ્માનતીએ પોલીસને જણાવ્યું હતું કે, સોમવારની રાતે લગભગ ૮ કલાકે કરુણાકરણે બિરયાની ખરીદી અને તે એકલા એકલા ખાઈ રહ્યા હતા. તેના પર પત્નીએ કરુણાકરુણને પુછ્યું કે, તેમના માટે કેમ ન લાવ્યા. પદ્માવતીએ બિરયાની આપવા કહ્યું. જેને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ. જેનાથી ગુસ્સે ભરાયેલા કરુણાકરણને પદ્માવતી પર કેરોસીન છાંટીને આગ લગાવી દીધી. બાદમાં પદ્માવતીએ પતિને ભેંટી તો બંને આગમાં દાઝી ગયા હતા. આ સમગ્ર મામલાને લઈને અયનાવરણ પોલીસે કેસ નોંધી તપાસ શરુ કરી દીધી છે. ઘટનાક્રમને લઈને તપાસ અધિકારીએ જણાવ્યું છે કે, દંપત્તિને ચાર બાળકો શહેરના અલગ અલગ વિસ્તારમાં રહે છે. બાળકો સાથે ન રહેવાના કારણે બંને ચિંતિત રહેતા હતા અને હંમેશા લડતા રહેતા હતા. પોલીસે જણાવ્યું છે કે, ઘટનાના તુરંત બાદ દંપતિને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં કરુણાકરણ ૫૦ ટકા તો તેમની પત્ની ૬૫ ટકા દાઝી ગયા હતા. જે બાદ મંગળવારે પદ્માવતીનું મોત થઈ ગયું હતું. પત્નીના મોતના એક દિવસ બાદ બુધવારે સવારે કરુણાકરણનું પણ મોત થઈ ગયું હતું.