તમિલનાડુ
સરકારે નરસિમ્હન પર કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વર્ગો વચ્ચે દુશ્મનાવટને વધારવાનો અને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો. સુનાવણી દરમિયાન, કોર્ટે રંગરાજન નરસિમ્હન સામેના બંને કેસને ફગાવી દીધા. “શું તે (મંદિર) સરકાર હેઠળ રહેવા જાેઈએ? શું બિનસાંપ્રદાયિક હોવાનો દાવો કરતી સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓ સાથે સમાન વર્તન ન કરવું જાેઈએ? શું ટી.આર. રમેશ જેવા જાણકાર અને પ્રતિબદ્ધ કાર્યકર્તાની દલીલ વાજબી નથી કે સરકારે ચર્ચ અને મસ્જિદો પર જે રીતે નિયંત્રણનો ઉપયોગ મંદિરો પર કરવામાં આવે છે તે જ ડિગ્રી અને સ્તરનો ઉપયોગ કરવો જાેઈએ? આવા પ્રશ્નો અને વિચારો મારા મગજમાં આવે છે, કારણ કે મારી સમક્ષ અરજદાર માત્ર પ્રખર ભક્ત જ નથી પણ એક કાર્યકર પણ છે.” આ માન્યા પછી, એફઆઈઆર આ કારણે ટકવા પાત્ર નથી કે, અપરાધ ૈંઁઝ્રની કલમ ૫૦૦ હેઠળ આવે છે. કોર્ટે વિચાર્યું કે શું અરજદાર દ્વારા ૈંઁઝ્રની કલમ ૫૦૫(૨) (વર્ગો વચ્ચે દુશ્મનાવટ, દ્વેષ અથવા દુર્ભાવના પેદા કરવી અથવા તેને પ્રોત્સાહન આપવું) હેઠળ ગુનો કરવામાં આવ્યો છે? આ કેસમાં શ્રી રંગનાથ સ્વામી મંદિરના પૂર્વ પ્રમુખ ઉદ્યોગપતિ વેણુ શ્રીનિવાસન, શ્રીરંગમના ટ્રસ્ટી મંડળ અને મંદિરના તત્કાલીન કાર્યકારી અધિકારી પણ કોર્ટમાં હાજર હતા. જસ્ટિસ જી. આર. સ્વામીનાથને કહ્યું હતું કે અરજદાર વિરુદ્ધ ખોટા ઈરાદા અને દુર્ભાવના સાથે કેસ નોંધવામાં આવ્યો હતો. તેથી, તે કેસને ચાલુ રાખવાની મંજૂરી આપવી એ કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ હશે. શા માટે તમિલનાડુ સરકાર મંદિરો પર કબજાે કરવા માંગે છે? શા માટે તે તમામ ધાર્મિક સ્થળો સાથે સમાન રીતે વર્તવા માંગતી નથી ? આ સવાલ મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુની એમકે સ્ટાલિન સરકારને પૂછ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતા સરકારને પૂછ્યું કે શા માટે સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓ સાથે સમાન વ્યવહાર ન કરવો જાેઈએ. શા માટે તેણે મંદિરોને પોતાના નિયંત્રણમાં રાખવા જાેઈએ? જસ્ટિસ જી. આર. સ્વામીનાથને કહ્યું છે કે તમિલનાડુ મંદિરોની ભૂમિ છે, જ્યાં મંદિરોએ આપણી સંસ્કૃતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે, મંદિરોને તેમની જાળવણી માટે આપવામાં આવેલી જમીન ખાનગી હિતો દ્વારા કબજે કરવામાં આવી છે. પ્રાચીન મૂર્તિઓની ચોરી કરીને વિદેશમાં તસ્કરી કરવામાં આવી રહી છે. મંદિરના કર્મચારીઓને ખૂબ જ નજીવા પગાર આપવામાં આવે છે. હજારો મંદિરોની સદંતર ઉપેક્ષા થઈ રહી છે, ઘણા મંદીરોમાં પૂજા પણ થઈ રહી નથી. તેમનું ગૌરવ પાછું લાવવા માટે ઘણું બધું કરવાની જરૂર છે. જણાવી દઈએ કે શ્રીરંગમના અરજીકર્તા રંગરાજન નરસિમ્હન વિરુદ્ધ તિરુચિરાપલ્લીમાં મંદિરો પર સરકારી કબજાનો વિરોધ કરવા બદલ બે કેસ દાખલ કરવામાં આવ્યા હતા.


