તામિલનાડુ સરકાર આરોપીને પકડવાની જગ્યાએ તેમને છાવરી રહી છે જ્યારે ન્યાય માટે એબીવીપીવિરોધ કરે છે ત્યારે તેમની ધરપકડ કરવામાં આવે છે.લાવણ્યાને ન્યાય નહીં મળે ત્યાં સુધી એબીવીપીદ્વારા વિરોધ કરવામાં આવશે.તામિલનાડુમાં એબીવીપીના રાષ્ટ્રીય નેતા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે તેમની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે અને હજુ સુધી પોલીસ કસ્ટડીમાં છે જેને લઈને આજે અમદાવાદ ખાતે એબીવીપીએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીના કાર્યકરોએ સાથે મળીને નારા સાથે વિરોધ શરૂ કર્યો હતો અને બાદમાં તામિલનાડુ સરકારના પૂતળાનું દહન કર્યું હતું.જાેકે પોલીસ તાત્કાલિક પહોંચી હતી ભેગા થયેલા એબીવીપીના કાર્યકરોને વિખેર્યા હતા.