Telangana

તેલંગાણા હેલિકોપ્ટર ક્રેશ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વીડિઓ વાઈરલ

તેલંગાણા
અત્યારે કોઈ પણ અકસ્માત થયો હોય તરત જ સોશિયલ મીડીયામાં વીડિઓ વાઈરલ થઇ જાય છે. તેમ તેલંગાણા હેલિકોપ્ટર ક્રેશ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેલંગાણાના નાલગોંડા જિલ્લામાં આજે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, આ હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટના કૃષ્ણા નદી પર નાગાર્જુનસાગર ડેમ પાસે પેડદાવુરા બ્લોકના તુંગાતુર્થી ગામમાં બની હતી. આ દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાંથી ઘણો ધુમાડો નીકળી રહ્યો હતો. આ વીડિયોમાં જાેઈ શકો છો કે, આ હેલિકોપ્ટર ક્રેશ થતા વિસ્ફોટનો જાેરદાર અવાજ સાંભળીને કેટલાક સ્થાનિક ગામલોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. નાલગોંડા પોલીસે કહ્યું કે, તેમને પેડદાવુરા મંડલના તુંગાતુર્થી ગામમાં ખેડૂતો પાસેથી માહિતી મળી હતી. તેઓએ આ દુર્ઘટના નજરે નિહાળી હતી. આ ખેડૂતોએ નાલગોંડા પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ ઘટનાસ્થળે પોલીસ અને મેડિકલ ટીમ પહોંચી હતી. પોલીસને શંકા છે કે, હેલિકોપ્ટર ખેતર પરના હાઈ ટેન્શન વીજ વાયર સાથે અથડાયું હતું અને આ દુર્ઘટના સર્જાઈ હતી. આ હેલિકોપ્ટર હૈદરાબાદની ફ્લાયટેક એવિએશન એકેડમીનું હતું. દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાંથી પાઈલટને બચાવવાનો પ્રયાસ કરી રહયા છે. આ ફ્લાયટેક એવિએશનનું સેસના ૧૫૨ મોડલ ટુ સીટર હેલિકોપ્ટર હતું. આ વિમાન હૈદરાબાદની એક ખાનગી એવિએશન એકેડમીનું હતું. જાે કે, મૃતકોની ઓળખ થઈ શકી નથી. જેમાં ૧ ટ્રેઇની પાઇલટ સહિત ૨ પાઇલટના મોત થયા હતા.

Helicopter-crash-accident.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *