લખનૌ
વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચુંટણી હજુ દુર છે પરંતુ સપા પ્રમુખ અખિલેશ યાદવે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.કન્નોજ પહોંચેલા અખિલેશ યાદવે જાહેરાત કરી છે કે તે ૨૦૨૪ની ચુંટણી લડશે અને તે પણ કન્નોજની બેઠક ઉપરથી. આથી સ્પષ્ટ થઇ ગયું છે કે અખિલેશ યાદવ આગામી ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટકકર આપનાર છે.હકીકતમાં કન્નૌજથી ડિપલ યાદવની હાર અખિલેશ યાદવ હજુ ભુલી શકયા નથી આવામાં પત્નીને સુરક્ષિત માનવામાં આવનારી મૈનપુરીથી ચુંટણી મેદાનમાં ઉતારી અને હવે કન્નૌજમાં ખુદ ભાજપનો સામનો કરવા માટે તૈયારી બતાવી છે. હકીકતમાં અખિલેશ યાદવને જયારે પુછવામાં આવ્યું કે તેમણે ડિપલને કન્નૌજથી મૈનપુરી કેમ શિફટ કરી દીધી તો તેમણે કહ્યું કે હવે તે ખુદ કન્નૌજથી ચુંટણી લડશે અત્યાર સુધી એ વાતની ચર્ચા હતી કે અખિલેશ યાદવ વિધાનસભા ચુંટણી માટે લડે પરંતુ તે ઉત્તરપ્રદેશમાં ગૃહની અંદર ભાજપ સરકાર અને ખાસ કરી મુખ્યમંત્રી યોગીની સામે વિરોધ પક્ષનો ચહેરો બની મોજુદ રહ્યાં જેથી સરકારને ધેરી શકાય પરંતુ હવે તેમણે જે રીતે જાહેરાત કરી કે તે ૨૦૨૪ની ચુંટણી લડશે અને તે પણ કન્નૌજથી તો સ્પષ્ટ થઇ ગયું છે કે તે રાષ્ટ્રીય રાજનીતિને વધુ મહત્વ આપી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર અખિલેશ યાદવ આઝમગઢથી શિવપાલ યાદવને ૨૦૨૪ માટે ટિકિટ આપી શકે છે.એ યાદ રહે કે અખિલેશ યાદવના પિતા મુલાયમસિંહ યાદવ પણ કન્નૌજથી ચુંટણી લડી ચુકયા છે સપાને રાષ્ટ્રીય સ્તર પર ઓળખ અપાવવાના ઇરાદાથી મુલાયમસિંહે કેન્દ્રની રાજનીતિનું વલણ કર્યું હતું વર્ષ ૧૯૯૬માં મુલાયમ ૧૧મી લોકસભા માટે મૈનપુરી બેઠકથી ચુંટાઇ આવ્યા હતાં તે સમયે કેન્દ્રમાં સંયુકત મોરચાની સરકાર બની તો તેમાં મુલાયમસિંહ પણ સામેલ હતા અને રક્ષામંત્રી બન્યા હતાં પરંતુ આ સરકાર લાંબી ચાલી નહીં મુલાયમસિંહ યાદવના વડાપ્રધાન બનવાની વાત ચાલી હતી ત્યારે તેઓ વડાપ્રધાનની ખુરશી માટે સૌથી આગળ હતાં પરંતુ લાલુ પ્રસાદ યાદવ અને શરદ યાદવે તેમના ઇરાદા પર પાણી ફેરવી દીધુ હતું ત્યારબાદ ચુંટણી થઇ તો મુલાયમ સંભલથી લોકસભામાં પાછા ગયા હતાં તેમણે કન્નોજ બેઠક પણ જીતી હતી પરંતુ તેમણે ત્યાંથી પોતાના પુત્ર અખિલેશ યાદવને સાંસદ બનાવ્યા હતાં


