Uttar Pradesh

ઉત્તરપ્રદેશમાં માંએ પોતાના સંતાનને સિગારેટની આદત છોડાવા એવો સબક શિખવાડ્યો કે…

ઉત્તરપ્રદેશ
મોટા ભાગે કિશોર ઉંમરમાં બાળકો ખોટી લત તરફ આગળ વધતા હોય છે. એક માતા-પિતા માટે પોતાના સંતાનોને આ લતથી દૂર રાખવા ખૂબ જ અઘરુ હોય છે. સૌથી મુશ્કેલ ત્યારે થઈ પડે છે જ્યારે એક બાળકને ખોટી લત લાગી જાય છે અને તે છોડવા તૈયાર નથી હોતો. પણ એવું લાગે છે કે, આ માતા પાસે પોતાના સંતાનને ખોટી લત છોડાવાનો અનોખો રસ્તો હતો. જે સિગરેટ પિવાની ખોટી આદતનો શિકાર થઈ ગયો હતો. આ જાણ્યા બાદ તેમનો દીકરો સિગારેટ પીવાનો આદી બની ગયો છે, તો આ મહિલાએ પોતાના દીકરાને થાંભલા સાથે બાંધીને સબક શિખવાડવા માટે તેના ચહેરા પર મરચાનો પાઉડર રગડી નાખ્યો. જ્રખ્તરટ્ઠિાીાટ્ઠઙ્મીજર નામના એક ટિ્‌વટર અકાઉન્ટથી શેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, કેવી રીતે છોકરો પોતાની માતા પાસે માફી માગી રહ્યો છે. તેમે બચાવ કરવાની કોશિશ કરી, પણ ત્યાં સુધીમાં અન્ય એક મહિલા આવી ગઈ અને તેને પકડી લીધો. ત્યાર બાદ મમ્મીએ દીકરાના ચહેરા પર મરચાનો પાઉડર રગડી નાખ્યો. બાદમાં ચહેરા પર બળતરા થતાં છોકરો જાેરશોરથી બૂમો પાડવા લાગ્યો હતો. જાે કે, આ મહિલા તેમ છતાં પણ તેને ગુસ્સાથી મારતી રહી હતી. અત્યાર સુધીમાં આ વીડિયોને ૪૮ હજારથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે અને ૨૨૦૦થી વધારે લાઈક મુળી ચુક્યા છે. આ વીડિયો પર યુઝર્સનો મત અલગ અલગ છે. એક યુઝર્સે લખ્યું છે કે, આ કામ એક માતા માટે ખૂબ જ અઘરુ રહ્યું હશે. તેમ છતાં પણ પોતાના દીકરાના સ્વાસ્થ્યને બચાવવા માટે માતાએ આ કઠોર કામ કરવું પડ્યું. જ્યારે બીજા એક યુઝર્સે લખ્યું કે, મહેરબાની કરીને કોઈ એમને બતાવો કે આ સૌથી ખરાબ છે, જે એક મા પોતાના દીકરા માટે કરી શકે છે. તેનાથી આંખોની રોશની પણ જઈ શકે છે. ઠીક છે પણ બાળકોને સબક શિખવાડવાની બીજી પણ કેટલીય રીત છે, આ એકદમ ક્રૂરતા છે.

Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *