લખનૌ
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે યાત્રા માટે ટ્રેકટર ટ્રોલીના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા સંબંધી ઉત્તરપ્રદેશના પગલાનો વિરોધ વ્યકત કર્યો છે બીકેયુના નેતાએ સરકારના આ પગલા પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે આ સંબંધમાં સરકારને તાકિદે જ પત્ર લખવામાં આવશે રાકેશ ટિકૈતે કહ્યું કે સરકારને ખબર છે કે કિસાનોનું આવવા જવા માટે સૌથી મોટી સાધન ટ્રેકટર જ છે.કિસાન નેતાઓએ દાવો કર્યો કે ટ્રેકટર પહેલાની જેમ માર્ગો પર ચાલશે તેનો વિરોધ કરવાની સાથે અમે સરકારને પત્ર પણ લખીશું એ યાદ રહે કે સરકારે યાત્રા માટે ટ્રેકટર ટ્રોલીનો ઉપયોગ નહીં કરવા માટે કહ્યું છે. રાકેશ ટિકૈતે કહ્યું કે કિસાન યુનિયન યુપી સરકાર દ્વારા ટ્રેકટર ટ્રોલી પર યાત્રા કરવાથી રોકવાનો સખ્ત વિરોધ કરશે તેમણે કહ્યું કે આ સરકારની કિસાન વિરોધી માનસિકતા દર્શાલે છે તેમણે કહ્યું કે સરકાર કિસાન આંદોલનને કચડવા ઇચ્છે છે અને આ આદેશની પાછળ સરકારની સમજેલી વિચારેલી યોજના છે કે કગિસાન આંદલનોમાં ટ્રેકટર ચાલી ન શકે આ સાથે તેમણે એ પણ કહ્યું કે સરકાર કિસાનોને બરબાદ કરવા પર તત્પર છે એ યાદ રહે કે કાનપુરમાં રવિવારે થયેલ એક મોટા માર્ગ અકસ્માત બાદ શાસને ટ્રેકટર ટ્રોલીથી યાત્રા બંધ કરવા જણાવ્યું છે. આ ઘટનામાં ૨૬ લોકોના મોત નિપજયા હતાં આ ઘટના બાદ એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને યાત્રા દરમિયાન સખ્ત માનકોનું પુરી રીતે પાલન કરવું પડશે તેમણે કહ્યું હતું કે ટ્રેકટર ટ્રોલી તથા ટ્રકથી યાત્રા અસુરક્ષિત છે આથી યાત્રા માટે કોઇ પણ સ્થિતિમાં ટ્રેકટર ટ્રોલી અથવા ટ્રકનો ઉપયોગ ન કરે સરકારના નિવેદન પર વિરોધ વ્યકત કરતા કિસાન નેતાએ કહ્યું કેં ટ્રેન અથવા અન્ય વાહનોની દુર્ધટના થવા પર શું તે બંધ કરવામાં આવી જે સરકાર ટ્રેકટર પર રોક લગાવવા ઇચ્છે છે.


