ઉત્તરપ્રદેશ
ખરેખર આવી ઘટનાથી તો લાગે છે કે ઘોર કળિયુગ સાબિત કરી દીધો છે અને આવો કોઈ કિસ્સો સાંભળવા મળશે તેવું કોઈ દિવસ કોઈએ નહિ વિચાર્યું હોય અને આવા કિસ્સાઓ તો કોઈ દિવસ વિચાર્યા જ નહોતા. આ કિસ્સો કોઈ બહારના દેશ નો નથી આપણા ભારત દેશ ના ઉત્તરપ્રદેશ નો છે. ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં પત્નીને ખુશ કરવા માટે પુત્રએ માતા પર લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હોવાની શરમજનક ઘટના સામે આવી છે. આ બનાવમાં માતાને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે. પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે. ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ (ઝોન ૈંૈં) હરીશ ચંદરે બુધવારે જણાવ્યું હતું કે, સેક્ટર ૧૨૬ પોલીસ સ્ટેશન વિસ્તારના મોહિયાપુર ગામમાં રહેતા શ્રીમતી જગમતીના પુત્ર મનોજ ૨૮ મેની રાત્રે નશામાં હતા અને લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો વડે તેની માતા પર હુમલો કર્યો હતો. ચંદરે જણાવ્યું કે ઘટનાની રિપોર્ટ નોંધ્યા બાદ પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે. ડીસીપીએ કહ્યું કે તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે મનોજની પત્નીની તેની માતા સાથે ઝઘડો થઈ ગયો હતો, ત્યારબાદ તે તેના પિયર ચાલી ગઈ છે. મનોજની પત્નીએ એવી શરત રાખી હતી કે જ્યાં સુધી તેની સાસુ ઘર છોડે નહીં ત્યાં સુધી તે તેના સાસરે નહીં આવે. જેથી મનોજે તેની માતાને રસ્તામાંથી હટાવવાના હેતુથી હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને વરિષ્ઠ અધિકારીના નેતૃત્વમાં મામલાની તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, વૃદ્ધ મહિલાને મારવાની ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકોએ કળિયુગી પુત્ર સામે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને પોલીસ અધિકારીઓને કહ્યું છે કે આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જાેઈએ. અહી નોંધનીય છે કે, એપ્રિલ મહિનામાં ગુરુગ્રામથી આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. ૬૫ વર્ષીય વૃદ્ધ માતા પર સગા પુત્ર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પુત્રને પોલીસે પકડીને જેલમાં મોકલી દીધો હતો. મળતી માહિતી મુજબ, વૃદ્ધ બીના ભંડારી ગુસ્સે થયેલા પુત્રને સમજાવવા આવી હતી, ત્યારે પુત્ર મનીષ દ્વારા માતાના ગળા અને છાતીના ભાગે હૈવાનોની જેમ તીક્ષ્ણ ઘા મારવામાં આવ્યા હતા અને તે ત્યાંથી ભાગી ગયો હતો. ઘટના બાદ વૃદ્ધ લાંબા સમય સુધી મદદ માટે તડપતા હતા, જે બાદ તેમનું મૃત્યુ થયું હતું.
