ઉતરપ્રદેશ
પોતાની મહિલા મિત્રના જન્મ દિવસની પાર્ટીમાં રોલો પાડવો એક યુવકને મોંઘો પડ્યો છે. ગાંધી પાર્કમાં બર્થ-ડેના સેલિબ્રેશન દરમિયાન ખુલ્લી તલવાર લહેરાવીને કેક કાપીને મિત્રો સાથે મોજ મસ્તી કરનાર યુવક હવે જેલની હવા ખાઇ રહ્યો છે. મોહિત નામના યુવકનો તલવાર લહેરાવતા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી પોલીસે આરોપી યુવકની ઓળખ કરી તેની ધરપકડ કરી છે. આરોપી યુવક પાસેથી તલવાર જપ્ત કરીને પોલીસે તેની સામે શસ્ત્ર અધિનિયમ અંતર્ગત કેસ નોંધીને જેલ મોકલી દીધો છે. તમને જણાવી દઈએ ગાંધી પાર્કમાં કેટલાક યુવકો દિવ્યા નામની મહિલા મિત્રનો જન્મ દિવસ મનાવી રહ્યા હતા. આ દરમિયાન યુવક તલવાર સાથે જાેવા મળ્યો હતો. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જાેત જાેતામાં આ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પહેલા પોલીસે આનાકાની કરી હતી પણ મામલો વધારે તૂલ પકડ્યો તો આ મામલે એસપી આકાશ તોમરે શહેર પોલીસને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાની છે. કોતવાલી પોલીસે તલવાર સાથે પ્રદર્શન કરનાર મોહિતની ઓળખ કરીને તેની સામે શસ્ત્ર અધિનિયમ અંતર્ગત કેસ નોંધ્યો અને જેલ મોકલી દીધો છે. આ સંબંધમાં અપર પોલીસ અધિક્ષક શિવરાજે જણાવ્યું કે કોતવાલી પોલીસે આ મામલામાં ગાંધી પાર્કમાં જન્મ દિવસ મનાવતા સમયે ખુલ્લી તલવાર લહેરાવતા યુવક મોહિતને ઝડપી લીધો છે. તેની પાસેથી તલવાર પણ જપ્ત કરી છે. લગ્નન્ને સાત જનમના બંધન માનવામાં આવે છે.
