Uttar Pradesh

યુપી ચુંટણીમાં ભાજપે છોકરીઓને સ્કૂટી અને દરેક ઘરમાં એક નોકરીનું વચન

યુએન
યુપી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે આગામી વિધાનસભા ચૂંટણી માટે લખનૌમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો ‘લોક કલ્યાણ સંકલ્પ પત્ર’ બહાર પાડ્યો. ગૃહમંત્રી અમિત શાહ, પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પાર્ટીએ પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો.ભાજપના મેનિફેસ્ટોનું નામ ‘લોક કલ્યાણ સંકલ્પ પત્ર’ છે. વિપક્ષની જેમ મફતમાં કંઈપણ વહેંચવાની વાત નથી. ભાજપે તેના ચૂંટણી ઢંઢેરાને ‘લોક કલ્યાણ સંકલ્પ પત્ર’ નામ આપ્યું છે. આ માટે ભાજપે ‘સૂચન આપકા, સંકલ્પ હમારા’ના નામે અભિયાન ચલાવીને લોકો પાસેથી સૂચનો મંગાવ્યા હતા. આ સંકલ્પપત્રમાં સરકારના ખર્ચ અને તિજાેરીની વાસ્તવિકતા વચ્ચે સંતુલન જાળવવાનો પુરતો પ્રયાસ કરવામાં આવ્યો છે. દરેક ઘરમાં એક વ્યક્તિને નોકરી આપવામાં આવશે. અન્નપૂર્ણા યોજના હેઠળ સસ્તું અનાજ આપવામાં આવશે. ચોક્કસ માપદંડ હેઠળ છોકરીઓને સ્કૂટી આપવામાં આવશે. દરેક વિધવા અને નિરાધાર મહિલાને દર મહિને ૧૫૦૦ રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે ટેબલેટ અને સ્માર્ટ ફોન યોજના ખેડૂતો માટે પાક વીમા યોજના. ખેડૂતોને સિંચાઈ માટે મફત સોલાર પંપ આપવામાં આવશે. સીમાંત અને નાના ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ બમણી કરવામાં આવશે, કોલેજ જતી વિદ્યાર્થીનીઓ અને કામ કરતી મહિલાઓને સ્કૂટી આપવામાં આવશે, વિદ્યાર્થીઓને લેપટોપ આપવામાં આવશે, ઉજ્જવલા યોજના હેઠળ દર વર્ષે ત્રણ મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે. ચૂંટણી ઢંઢેરો જાહેર કરવા દરમિયાન યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે ભાજપની ડબલ એન્જિન સરકારે, ઉતરપ્રદેશ સરકારની કલ્યાણકારી યોજનાઓને રાજ્યના દરેક વર્ગ સુધી પહોંચાડી છે. સીએમ યોગીએ કહ્યું કે ૨૦૧૨ થી ૨૦૧૭ વચ્ચે યુપીમાં ૭૦૦ થી વધુ રમખાણો થયા, સેંકડો લોકો માર્યા ગયા. યુપીમાં મહિનાઓ સુધી કર્ફ્‌યુ હતો. વેપારીઓ સ્થળાંતર કરતા હતા અને દીકરીઓ શાળાએ જઈ શકતી ન હતી. આજે છેલ્લા ૫ વર્ષ બાદ યુપીમાં રમખાણોનો અંત આવ્યો છે. યુપીમાં આજે કર્ફ્‌યુ નથી લાગતો, કાવડ યાત્રા ખૂબ જ ધામધૂમથી નીકળે છે. સીએમ યોગીએ વધુમાં કહ્યું કે, ભાજપની ડબલ એન્જિનવાળી સરકારમાં હવે ગરીબો તેમની સારવારના ખર્ચથી મુક્ત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કૃપાથી આયુષ્માન ભારત અંતર્ગત યુપીના ૦૭ કરોડ નાગરિકોને ૫ લાખ સુધીની વિનામુલ્યે સારવાર મળી રહી છે. એકલા જેવર વિસ્તારમાં જ ૧૮,૨૪૬ લોકો આ સુવિધાના લાભાર્થીઓ છે. ગૃહમંત્રી અમિત શાહે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પર નિશાન સાધતા કહ્યું કે થોડા દિવસો પહેલા અખિલેશ યાદવ અમારો સંકલ્પ પત્ર દર્શાવતા હતા અને પૂછતા હતા કે ભાજપે આ સંકલ્પપત્રમાથી કેટલા પૂરા કર્યા ? આજે અમે તેનો જવાબ આપી રહ્યા છીએ. અમે ૨૦૧૭માં જે સંકલ્પપત્ર જાહેર કર્યો હતો તેમાંથી અમે પાંચ વર્ષમાં ૯૨ % વચનો પૂરા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *