Uttar Pradesh

રેલવે મંત્રાલયે જાહેર કર્યો ભયાનક વિડિયો કે જેમાં રેલવે પોલીસે બચાવ્યો છે મહિલાનો જીવ

ઉત્તરપ્રદેશ
નજર હટી, દુર્ઘટના ઘટી. ઘણીવાર આપણે આ પંચલાઈન ક્યાંક વાંચીએ છીએ પરંતુ ભાગ્યે જ કોઈ તેનું પાલન કરે છે. પછી ભલે તે રસ્તો ક્રોસ કરવાની વાત હોય કે ટ્રેનમાં ચઢવાની. આનો ભોગ ઘણી વખત મૃત્યુની કિંમત ચૂકવીને ચુકવવો પડે છે. પરંતુ ક્યારેક ભગવાનની કૃપા એવી થાય છે કે મૃત્યુના મુખમાં ગયા પછી પણ વ્યક્તિ જીવિત રહે છે અને તેને બચાવવા માટે કોઈ દેવદૂત તેની સામે આવી ઉભો રહે છે. આવી જ એક ઘટના રેલવે સ્ટેશન પર બની હતી. જ્યાં એક મહિલા ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન અચાનક મહિલાનો પગ ટ્રેનની સીડી પરથી લપસી જાય છે અને મહિલા તેમાં ફસાવા લાગે છે. એટલે કે, તે મૃત્યુના મુખમાં જતી રહે છે. એટલામાં જ નજીકમાં એક રેલ્વે પોલીસ દેવદૂત બનીને આવે છે અને પોતાની જવાબદારી નિભાવીને મહિલાને મોતના મુખમાંથી બચાવી લે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો હવે વાયરલ થયો છે, જેને ખુદ રેલવે મંત્રાલયે જાહેર કર્યો છે. આ ઘટનાનો વીડિયો જાહેર કરતા રેલવે મંત્રાલયે કહ્યું છે કે, આ મામલો છત્તીસગઢના રાયપુર સ્ટેશનનો છે. જેમાં ચાલતી ટ્રેનમાં ચડતી વખતે એક મહિલા અચાનક પડી જાય છે. પરંતુ ફરજ પરના આરપીએફ કર્મચારીની તત્પરતાથી મહિલાનો જીવ બચી ગયો. વીડિયોમાં જાેવા મળે છે કે, ટ્રેનના દરવાજા ખુલ્યા બાદ મહિલા ટ્રેનમાં ચઢવા માટે દોડે છે. તે ડબ્બાની સીડી પર પણ પગ મૂકે છે પરંતુ અચાનક તે પોતાનું સંતુલન ગુમાવી બેસે છે અને પડવા લાગે છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે, રેલવે પોલીસ મહિલા તરફ ખૂબ જ ઝડપથી દોડે છે. આ ઇઁહ્લ જવાન ઝડપથી મહિલાને પકડી લે છે અને તેને ઉપર ખેંચી લે છે. આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. રેલ્વે મંત્રાલયે સીસીટીવી ફૂટેજ ટ્‌વીટ કરીને આ ઘટના વિશે જણાવ્યું છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે, ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ ન કરો કારણ કે તે જીવલેણ બની શકે છે. રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેને અત્યાર સુધીમાં ૨૦૦૦૦થી વધુ વખત જાેવામાં આવ્યો છે, જ્યારે ૪૦૦થી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. આ સિવાય અનેક લોકોએ કોમેન્ટ કરીને પોલીસના વખાણ કર્યા છે. એક યુઝરે લખ્યું છે કે, અભિનંદન આરપીએફ ટીમ. આવી ઘટનાને ટાળવા માટે પ્લેટફોર્મનું સ્તર વધારી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *