Uttar Pradesh

શ્રી કૃષ્ણ જન્મભૂમિ પર હનુમાન ચાલીસા વાંચવા માટે લોહીથી પત્ર લખ્યો, સીએમ યોગી પાસે માંગી મંજૂરી

ઉત્તરપ્રદેશ
અખિલ ભારતીય હિંદુ મહાસભાએ ૬ ડિસેમ્બરે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ ખાતે હનુમાન ચાલીસાના પાઠ અને કૃષ્ણ અભિષેક કરવાનું આહ્વાન કર્યું છે. આ માટે દેશભરમાંથી સનાતન ધર્મના અનુયાયીઓને મથુરા પહોંચવા વિનંતી કરવામાં આવી છે. આ ક્રમમાં મહાસભાના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ શર્માએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાના લોહીથી પત્ર લખ્યો છે. જેમાં તેમણે હનુમાન ચાલીસા વાંચવાની પરવાનગી માંગી છે. તેમજ ઇનકાર કરતી વખતે તેમને ઈચ્છામૃત્યુનો વિકલ્પ પસંદ કરવાનો અધિકાર આપવાનું કહ્યું છે. હિન્દુ સંગઠનના આ એલાનને જાેતા પોલીસ અને પ્રશાસન પણ સજ્જ થઈ ગયું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ મથુરાના જિલ્લામાં ૨૮ જાન્યુઆરી સુધી કલમ ૧૪૪ લાગુ કરીને જન્મભૂમિ મંદિરની સુરક્ષા વધારી દીધી છે. સમગ્ર કેમ્પસમાં મોટી સંખ્યામાં પોલીસ અને પીએસી જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ શર્મા કોર્ટમાં પેન્ડિંગ શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં મુખ્ય વાદી છે. મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ તેણે તેની એક નકલ મીડિયાને પણ આપી હતી. તેણે કહ્યું કે તે કૃષ્ણ માટે કંઈ પણ કરવા તૈયાર છે. પોતાનો જીવ આપવામાં પણ તેમને કોઈ સંકોચ નથી. તેમણે જણાવ્યું કે ૬ ડિસેમ્બરે મથુરામાં હનુમાન ચાલીસા વાંચવાનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જેમાં દેશ-વિદેશમાંથી સનાતની હિન્દુઓ હનુમાન ચાલીસાના પાઠ કરવા આવી રહ્યા છે. આ કાર્યક્રમ ૬ ડિસેમ્બરે બપોરે ૧૨ઃ૦૦ કલાકે અભિજીત મુહૂર્તમાં શરૂ થશે. આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ મથુરા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા સનાતની હિન્દુઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેથી જ તેમણે પોતાના લોહીથી મુખ્યમંત્રીને પત્ર લખીને ઔપચારિક પરવાનગી આપવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે પ્રશાસને કોઈ કારણ વગર હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓ પર ખોટા કેસ દાખલ કર્યા છે. પ્રશાસનની કડકાઈ જાેઈને હિન્દુ મહાસભાએ જાહેરાત કરી છે કે હનુમાન ચાલીસાના પાઠનો કાર્યક્રમ મોકૂફ નહીં રાખવામાં આવે. મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ પણ જાે તેમને આ માટે પરવાનગી નહીં મળે તો તેઓ નજીકમાં જ ક્યાંક બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરશે. પરંતુ આ કાર્યક્રમ ચાલુ રહેશે. બીજી તરફ, પોલીસ અને વહીવટીતંત્ર આવી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે.

Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *