Uttar Pradesh

અખિલેશ ૨૦૨૭ની તૈયારીમાં લાગો આ વખતે કઈ હાથમાં નહીં આવે ઃ કેશવપ્રસાદ

ઉતરપ્રદેશ
ઉત્તર પ્રદેશમાં યોજાવનારી વિધાનસભાની ચૂંટણીમાં જનતાનો વિશ્વાસ મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યના છ વિસ્તારોમાંથી જનવિશ્વાસ યાત્રા શરૂ કરી છે, જેનો માર્ગ પાર્ટી દ્વારા રાજ્યની તમામ ૪૦૩ વિધાનસભા મતવિસ્તારોમાંથી નક્કી કરવામાં આવ્યો હતો. ભાજપે રાજ્યના છ વિસ્તારોમાંથી ૧૯મી ડિસેમ્બરે જન વિશ્વાસ યાત્રા શરૂ કરી હતી. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ આંબેડકર નગરથી યાત્રાને લીલી ઝંડી આપી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરામાં, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઝાંસીમાં, કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ બિજનૌરમાં, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બલિયામાં અને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગાજીપુરની યાત્રાને લીલી ઝંડી આપી હતી અને જાહેર સભાને સંબોધી હતી. કાનપુરમાં આયોજિત રોડ શો અને જાહેર સભામાં મૌર્યએ કહ્યું કે, ૨૦૧૪થી ભાજપની વિજયયાત્રા શરૂ થઈ હતી, ત્યારથી ભાજપને જાેરદાર જીત મળી રહી છે. ૨૦૧૯માં તમામ ભાજપ વિરોધી પાર્ટીઓ એક થઈ ગઈ, તો પણ ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશમાં લોકસભામાં ૬૪ બેઠકો મળી અને ૫૧ ટકા વોટ આપીને જનતાએ મોદીને વડાપ્રધાન બનાવ્યા.ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ રવિવારે સમાજવાદી પાર્ટીના પ્રધાન અખિલેશ યાદવ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે અખિલેશજી ૨૦૨૨ (વિધાનસભા ચૂંટણી)માં હવે કંઈ જ બાકી નથી, તેથી ૨૦૨૭ માટે તૈયારી કરો. રવિવારે કાનપુરની જનવિશ્વાસ યાત્રામાં મૌર્યએ કહ્યું કે હવે અખિલેશ યાદવે સ્વીકારી લેવું જાેઈએ કે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં માટે હવે કંઈ જ બાકી નથી, જાે તેમનામાં થોડી હિંમત હોય તો તેમણે ૨૦૨૭ની તૈયારી શરૂ કરી દેવી જાેઈએ. હેડક્વાર્ટરથી જાહેર કરાયેલા નિવેદન મુજબ મૌર્યએ કહ્યું કે જાે જનતાએ મોદીને વડાપ્રધાન ન બનાવ્યા હોત તો શું અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું હોત, જાે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન ન બનાવાયા હોત તો શું જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી દેવામાં આવી હોત? મોદીની સિદ્ધિઓ ગણાવતા નાયબ મુખ્યપ્રધાને દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી ૩૦૦થી વધુ બેઠકો જીતવા જઈ રહી છે. કાનપુરની યાત્રામાં કેન્દ્રીય રાજ્ય મંત્રી ભાનુ પ્રતાપ વર્મા, રાજ્ય સરકારના મંત્રી સતીશ મહાના, યાત્રા સંયોજક બાબુરામ નિષાદ, સાંસદ સત્યદેવ પચૌરી, સાંસદ મહેશ ત્રિવેદી સહિત અનેક અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.

Keshav-Prashad-Maurya.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *