લખીમપુર
કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. ચૂંટણીના માહોલમાં આશિષ મિશ્રાને જામીન મળતાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું આનો ફાયદો કોઈ પક્ષને થશે. ગયા વર્ષે ૩ ઓક્ટોબરે તિકોનિયા નિગાસન વિધાનસભા ક્ષેત્રમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના આકરા નિવેદન અને ત્રણ નવા કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના વિરોધ દરમિયાન ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા. આ કેસમાં ટેનીના પુત્ર આશિષની મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી હતી. હિંસાના કેસમાં જીૈં્એ ચાર્જશીટ દાખલ કરી હતી. ૫૦૦૦ પાનાની આ ચાર્જશીટમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના પુત્ર આશિષ મિશ્રા ઉર્ફે મોનુ ભૈયાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. આશિષ મિશ્રા સહિત કુલ ૧૬ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. ગયા વર્ષે ૩ ઓક્ટોબરના રોજ આશિષ મિશ્રાના સમર્થકો અને ખેડૂતો વચ્ચેની અથડામણમાં આઠ લોકો માર્યા ગયા હતા. તપાસકર્તાએ આશિષ મિશ્રા સહિત અન્ય આરોપીઓને હત્યાના આરોપી બનાવ્યા છે. ચાર્જશીટ મુજબ સુનિયોજિત કાવતરા હેઠળ વિરોધ કરી રહેલા ખેડૂતોને જીપ અને એસયુવી દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા. તપાસમાં એસઆઈટીને ૧૭ વૈજ્ઞાનિક પુરાવા, સાત ભૌતિક પુરાવા અને ૨૪ વીડિયો ફોટા મળ્યા, જેનાથી આરોપીઓની મુશ્કેલીઓ વધી ગઈ. આ સિવાય ૨૦૮ લોકોએ જુબાની આપી હતી. તેના આધારે જીૈં્એ પોતાની ચાર્જશીટ લખી છે. સાક્ષીઓએ જીૈં્ને જણાવ્યું કે મંત્રીનો પુત્ર આશિષ ઘટનાસ્થળે હાજર હતો. ખેડૂતોની ફરિયાદના આધારે આશિષ મિશ્રા અને તેના સહયોગીઓ સામે હત્યા, હત્યાનો પ્રયાસ સહિત અનેક ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. લખીમપુર ખેરી હિંસામાં એક ન્યૂઝ ચેનલના રિપોર્ટર રમણ કશ્યપનું મોત થયું હતું. હકીકતમાં, કથિત રીતે ભાજપ સાંસદ અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્રએ પોતાની કાર વડે ચાર ખેડૂતોને કચડી નાખ્યા હતા અને તેમાં ચાર ખેડૂતોના મોત થયા હતા. આ પછી ઉશ્કેરાયેલા ખેડૂતોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી અને ચાર લોકોને માર માર્યો. જેમાં રમણ કશ્યપ પણ સામેલ હતો. એક ડ્રાઈવર અને બે ભાજપના કાર્યકરોને પણ ખેડૂતોએ માર માર્યો હતો. સાથે જ આ મામલે કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે.