લખનૌ
ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમની કેબિનેટના સભ્ય વિદેશના પ્રવાસે જનાર છે મુખ્યમંત્રી યોગી અને તેમની ટીમનો આ પ્રવાસ વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવા માટે હશે.યુપી સરકારે ૧૯ દેશોના ૨૧ શહેરોને પસંદ કર્યા છે જયાં યોગી આદિત્યનાથ અને તેમની મંત્રી પ્રવાસ કરશે,યોગી ખુદ અનેક શહેરોમાં રોડ શોનું નેતૃત્વ કરશે મુખ્યમંત્રી અને તેમની કેબિનેટના મંત્રી વિદેશોમાં મોટી મલ્ટીનેશનલ કંપનીઓના પ્રમુખો અને સીઇઓની મુલાકાત કરશે અને તેમને ઉત્તરપ્રદેશમાં રોકાણ કરવા માટે કહેશે.એ યાદ રહે કે ઉત્તરપ્રદેશ સરકારે ઉત્તરપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ૨૦૨૩)નું આયોજન કર્યું છે અને આ ૧૦-૧૨ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ નિર્ધારિત છે.સરકારનું લક્ષ્ય છે કે આ સમિટના માધ્યમથી પ્રદેશમાં લગભગ ૧૦ લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવે યોગી આદિત્યનાથની ૧૦ નવેમ્બરે ન્યુયોર્ક,૧૬ નવેમ્બરે બેંકોંક,૨૨ નવેમ્બરે મોસ્કો અને ત્યારબાદ પોર્ટ લુઇસની યાત્રા પ્રસ્તાવિત છે.બંન્ને નાયબ મુખ્યમંત્રીમાંથી એક સૈન ફ્રાંસિસ્કો,ટોરંટો અને રિયો ડી જનેરિયોમાં અલગ અલગ ટીમોનું નેતૃત્વ કરે તેવી સંભાવના છે. જયારે બીજા નાયબ મુખ્યમંત્રી ફ્રાંસ લંડન અને નેધરલેન્ડમાં એક ટીમનું નેતૃત્વ કરે તેવી સંભાવના છે. ઇફ્રાસ્ટ્રકટક એન્ડ ઇડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કમિશ્નર અરવિંદ કુમારે કહ્યું કે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીઓ અને મંત્રીઓના પ્રવાસને હજુ અંતિમ રૂપ આપવામાં આવ્યું નથી મુખ્યમંત્રી કેટલીક જગ્યાએ જશે પરંતુ પ્રવાસના કાર્યક્રમને હજુ અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે બંન્ને નાયબ મુખ્યમંત્રી અને કેટલાક મંત્રી પણ આંતરરાષ્ટ્રીય સ્થળોનો પ્રવાસ કરશે પરંતુ તેમના પ્રવાસના કાર્યક્રમને હજુ અંતિમ રૂપ આપવામાં આવ્યું નથી આ સાથે જ યોગીની ટીમના રોડ શો માટે અન્ય આંતરરાષ્ટ્રીય શહ્રો સ્ટોકહોમ,બ્રુસેલ્સ ટોકયો સિયોલ સિંગાપુર મ્યુનિખ સિડની દુબઇ તેલ અવીવ અને અબુ ધાબી સામેલ છે. જયારે રોડ શો માટે ધરેલુ શહેરોને પણ પસંદ કરવામાં આવ્યા છે તેમાં દિલ્હી અમદાવાદ મુંબઇ કોલકતા બેંગ્લુરૂ હૈદરાબાદ અને ચેન્નાઇ સામેલ છે. યોગી આદિત્યનાથે વરિષ્ઠ અધિકારીઓને ઉત્તરપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ૨૦૨૩ પહેલા વિવિધ વિસ્તારો માટે નવી નીતિઓ પર કામ કરવાનું અને વર્તમાન નીતિઓમાં સુધારા કરવાનું કહેવામાં આવ્યું છે
