Uttar Pradesh

ઉત્તરપ્રદેશના સી.એમ યોગી આદિત્યનાથને ચૂંટણી પંચે પાઠવી નોટિસ!.., કોંગ્રેસે લગાવ્યા આરોપ

ઉત્તરપ્રદેશ
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં વિવાદાસ્પદ નિવેદનબાજી પર ચૂંટણી પંચે યુપીના સીએમ યોગી આદિત્યનાથને નોટિસ પાઠવી છે. કોંગ્રેસે પ્રચારના અભિયાને લઈને સીએમ યોગીના નિવેદનને લઈને કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. કોંગ્રેસના લીગલ ડિપાર્ટમેન્ટના કાર્યકારી અધ્યક્ષ પ્રણયે જણાવ્યું કે યુપીના સીએમ યોગી આદિત્યનાથ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે બડસર, હમીરપુરમાં સંબોધન દરમિયાન યોગીએ એક ખાસ સમુદાયને પ્રભાવિત કરવાનું નિવેદન આપ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસે ભાજપ પર ધ્રુવીકરણનો આરોપ લગાવ્યો છે. કાર્યકારી પ્રમુખ પ્રણયે સીએમ જયરામ ઠાકુરના આઈટી એડવાઈઝર પર સરકારી મશીનરીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી ભાજપ વિરુદ્ધ ૧૧૦ ફરિયાદો ચૂંટણી પંચને આપવામાં આવી છે. આઈએન મહેતાએ જણાવ્યું હતું કે તાજેતરમાં નાલાગઢના એક વેપારીએ ચૂંટણી પંચને ડ્રગ કંટ્રોલર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેમના ફરિયાદ પત્રમાં સોનું વેચીને લોકોમાં પૈસાની વહેંચણી કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચ આ અંગે કોઈ પગલાં લઈ રહ્યું નથી. ચૂંટણી પંચે આ મામલે તપાસના આદેશ આપવો જાેઈએ. મહેતાએ કહ્યું કે કોંગ્રેસ ચૂંટણી પંચ પાસે આપેલી ફરિયાદ પર કાર્યવાહી કરવાની પણ માંગ કરી રહી છે. હિમાચલ કોંગ્રેસના કાયદા વિભાગે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના કાયદા વિભાગના અધ્યક્ષ આઈ.એન.મહેતાએ કહ્યું કે, પાર્ટીએ અત્યાર સુધી ચૂંટણી પંચને ૧૦૦થી વધુ ફરિયાદો સોંપી છે. ચૂંટણી પંચ કોઈ પગલાં લઈ નથી લઈ રહ્યું . તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ કેન્દ્ર અને રાજ્ય સરકારોના દબાણમાં કામ કરી રહ્યું છે.

Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *