Uttar Pradesh

ઉત્તરપ્રદેશમાં અલ્હાબાદ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ ગાર્ડસ પર ફાયરિંગનો આરોપ લગાવ્યો

પ્રયાગરાજ
ઉત્તર પ્રદેશની અલ્હાબાદ યુનિવર્સિટીમાં સોમવારે ભારે હંગામો થયો હતો, જેમાં વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના ગાર્ડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિદ્યાર્થીઓએ ગાર્ડ પર ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા વિવેકાનંદ પાઠક પર હુમલા બાદ વિદ્યાર્થીઓ ગુસ્સે ભરાયા હતા અને પથ્થરમારો શરૂ કર્યો હતો. વિદ્યાર્થીઓએ કેમ્પસમાં ભારે તોડફોડ કરી હતી. બીજી તરફ, અથડામણની માહિતી મળતાં અધિક પોલીસ કમિશનર કુલહારી પોલીસ દળ સાથે કેમ્પસમાં પહોંચ્યા હતા અને ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ઘટના અંગે એ.ડી.જીકાયદોવ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યું કે સ્થિતિ હવે નિયંત્રણમાં છે. સીપી પ્રયાગરાજ સહિત અન્ય અધિકારીઓ સ્થળ પર હાજર છે. પોલીસ સ્થિતિ પર નજર રાખી રહી છે. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની કેન્ટીન પાસે આગ ચાંપી દીધી હતી. યુનિવર્સિટીમાં ડીએમ અને તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થી સંઘની પુનઃસ્થાપનને લઈને વિદ્યાર્થીઓનો વિરોધ ચાલી રહ્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે હોબાળો થયો હતો. યુનિવર્સિટી કેમ્પસમાં તોડફોડ કરવાની સાથે વિદ્યાર્થીઓએ કેટલાક વાહનોને પણ આગ ચાંપી દીધી હતી. સુરક્ષા કર્મચારીઓ સાથેની અથડામણ બાદ ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં બે મોટરસાયકલોને આગ ચાંપી દીધી હતી. જાેકે ફાયર બ્રિગેડના જવાનોએ આ વાહનોમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. પ્રયાગરાજ પોલીસ કમિશ્નર રમિત શર્માએ જણાવ્યું કે પોલીસને માહિતી મળી હતી કે અહીં યુનિવર્સિટીમાં સુરક્ષાકર્મીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, ત્યારબાદ અહીં પહોંચેલા પોલીસ દળે પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. તેમણે જણાવ્યું કે યુનિવર્સિટી કેમ્પસમાં બે મોટરસાઈકલમાં આગ લાગી હતી, જેને ફાયર બ્રિગેડના જવાનોએ બુઝાવી દીધી હતી. અલ્હાબાદ યુનિવર્સિટીમાં ફી વધારા સામે આંદોલન કરી રહેલા વિદ્યાર્થી સત્યમ કુશવાહાએ આરોપ લગાવ્યો કે તેમની માંગણીઓ પર વિચાર કરવાને બદલે યુનિવર્સિટી પ્રશાસન વિદ્યાર્થીઓના આંદોલનને દબાવવાનો ઈરાદો ધરાવે છે.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *