Uttar Pradesh

ઉત્તરપ્રદેશમાં આગરા-લખનઉ એક્સપ્રેસવે પર અકસ્માતમાં ૪ પેસેન્જરના મોત

ઈટાવા
ઉત્તર પ્રદેશમાંથી એક અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. આગરા લખનઉ એક્સપ્રેસવે પર મુસાફરો ભેરલી બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ છે. આ દુર્ઘટનામાં ચાર મુસાફરોના મોત થઈ ગયા છે. જ્યારે લગભગ ૪૨ લોકો ઘાયલ થઈ ગયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. આ બસ દુર્ઘટના સૈફઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયો હતો. ઘાયલ મુસાફરોને સૈફાઈ પીજીઆઈમાં ભરતી કરાવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સ્થાનિક પ્રશાસન પણ ઘટના સ્થળે પહોંચ્યું છે. છડ્ઢસ્એ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, સ્લિપર બસ ગોરખપુરથી અજમેર જઈ રહી હતી. બસ મુસાફરોથી ભરેલી હતી. મુસાફરોથી ભરેલી બસ જ્યારે આગરા લખનઉ એક્સપ્રેસ પરથી હતી, ત્યારે સૈફઈ નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ, એડીએમે જણાવ્યું છે કે, ઘાયલોને સૈફઈ પીજીઆઈ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. જાણકારી અનુસાર, આગરા-લખનઉ એક્સપ્રેસવે પર રાતના લગભગ બે કલાકે ડબલ ડેકર બસ આગળ ચાલી રહેલા કંટેનર સાથે અથડાઈ ગઈ. દુર્ઘટનામાં બસના ભુક્કા નિકળી ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રાઈવેટ બસ ગોરખપુરથી અજમેર જઈ રહી હતી. જેવું ચેનલ નંબર ૧૦૩ની નજીકથી પસાર થઈ તો, દુર્ઘટનાની જાણ થતાં સૈફઈ પોલીસ ચોકીના જવાનો ત્યાં આવી પહોંચ્યા. ત્યાર બાદ ડીએમ અને એેસએસપી પણ પોલીસ ફોર્સ સાથે દુર્ઘટનાસ્થળે પહોંચી ગયા. દુર્ઘટનાની ભીષણતા એટલી હદે કે ૩ કલાકની ભારે જહેમત બાદ ક્રેનની મદદથી બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, આ બસમાં ૬૦ લોકો સવાર હતાં.

Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *