ઉન્નાવ
ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાંથી એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક હૈવાન પતિએ પોતાની પત્નીના કાન અને સસરાને ઢોર માર મારી લોહી લુહાણ કરી નાખ્યા હતા. આ ઘટના બાંગરમઉ કોતવાલી ક્ષેત્રના કસ્વા મોહલ્લા પન્ની ટોલાની છે. તો વળી પિતા-દિકરીને સ્થાનિક લોકોએ સામૂહિક સ્વાસ્થ્ય કેન્દ્ર બાંગરમઉમાં ભરતી કરાવી છે. જ્યાં પ્રાથમિક સારવાર બાદ જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી. હાલમાં આ મામલે પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે. પોલીસે પુરાવાના આધારે કઠોર કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. હકીકતમાં બેહટા મુઝાવર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ગૌરિયાકલા ગામના રહેવાસી પ્રભુદયાલે કોતવાલી પોલીસને અરજી પત્ર આપીને આરોપ લગાવ્યો છે, તેમણે કહ્યું કે, તેમની દિકરી ઉર્મિલાના લગ્ન વર્ષ ૨૦૦૯માં પંનીટોલા વિસ્તારમાં રહેતા અમિતકે સાથે થયા હતા.પોતાની હૈસિયત અુનુસાર દહેજ પણ આપ્યો હતો. તેમ છતાં પણ જમાઈ દિકરી સાથે દરરોજ મારપીટ કરતો અને ઘરમાંથી હડસેલો મારી દેતો હતો. હાલમાં જ થોડા મહિના પહેલા લુધિયાણામાં જઈને પત્નિ તથા બાળકોને મારીને ભાગી ગયો હતો. જાણો શું છે મામલો?… તો વળી આ ઘટના બાદ ઉર્મિલા પોતાના ભાઈ સાથે લુધિયાણામાં રહેતી હતી. આ તમામની વચ્ચે પતિના ઘરેથી ઉર્મિલાને ફોન આવ્યો અને એક્સિડન્ટનું બહાનું બનાવીને હાલત નાજૂક હોવાનું કહ્યું. જેને લઈને ઉર્મિલા પોતાના પિતા સાથે સાસરિયામાં આવે છે. જ્યાં આવેશમાં આવીને પતિએ પોતાની પત્ની પર હુમલો કર્યો. આ દરમિયાન પતિએ દાંત વડે કાન પર બચકા ભરીને કાન તોડી નાખ્યા હતા. ત્યારે આવા સમયે પોતાની દિકરી પર આવો હુમલો થતાં જાેઈએ પિતાએ બચાવ માટે વચ્ચે પડ્યા તો, જમાઈએ સસરાને પણ છોડ્યા નહીં. સસરા પર હુમલો કરી તેમને પણ લોહી લુહાણ કરી નાખ્યા. પિતા અને દિકરીને સ્થાનિક લોકોની મદદથી હોસ્પિટલમાં પહોંચાડ્યા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને જિલ્લાની હોસ્પિટલમાં રેફર કર્યા હતા. આ મામલે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. પીડિતાના જણાવ્યા અનુસાર, પતિ તેની સાથે દરરોજ મારપીટ કરતો, ઘરમાંથી બહાર કાઢી નાખતો. જે બાદ પીડિતા ઘરની બહાર રાત પસાર કરતી હતી. આટલું બધું હોવા છતાં પણ પીડિતાએ ક્યારેય પોતાના પરિવારને આ વાત કહી નહીં. તેમ છતાં પણ હેવાન પતિની કરતૂતથી બે માસૂમોની જિંદગી નરક જેવી બનાવી દીધી. જ્યાં તેને એક ૭ વર્ષનો દિકરો અને ૪ વર્ષની દિકરી છે. આ બાળકો તો હવે ભગવાન ભરોસે કાં તો માતાને ભરોસે.
